Patan : એપીએમસી પર મામલતદાર અને પોલીસે દરોડો પાડ્યો, સરકારી અનાજ સગેવગે થતું હોવાની આશંકા

|

Jul 29, 2021 | 5:23 PM

જેમાં એપીએમસી માંથી સરકારી અનાજનો જથ્થો બારોબાર વેચાતો હોવાની આશંકા સામે આવી હતી. જેના પગલે રેડ બાદ મામલતદારે ઘઉંનો કેટલાક જથ્થો સીલ કર્યો છે.

ગુજરાતમાં પાટણ(Patan)એપીએમસીમાં જિલ્લા મામલતદાર અને પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં એપીએમસી(APMC)માંથી સરકારી અનાજનો જથ્થો બારોબાર વેચાતો હોવાની આશંકા સામે આવી હતી. જેના પગલે રેડ બાદ મામલતદારે ઘઉંનો કેટલાક જથ્થો સીલ કર્યો છે.તેમજ સીલ કરેલો અનાજનો જથ્થો સરકારી હોવાનો આમ આદમી પાર્ટીના કાર્યકરોનો દાવો છે.જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે એપીએમસીના મૂકવામાં આવેલો માલ રેશન કાર્ડની દુકાનદારે વેચવા માટે આપ્યો છે. જે ગરીબ લોકોને આપવામાં આવેલો જથ્થો છે. તેમજ સરકારે જે અનાજ ગરીબોને વિતરણ માટે આપવા આવ્યું છે તેને રેશન કાર્ડના દુકાનદારો એપીએમસીના વેચી રહ્યા છે.

 

આ પણ વાંચો : રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર તાક્યુ નિશાન – કહ્યુ સંસદનો સમયનો બરબાદ ના કરો, મોંઘવારી, ખેડુતો અને પેગાસસની કરો વાત

આ પણ વાંચો :  અદભુત !! ગુજરાતના વેળાવદર નેશનલ પાર્કના કાળા હરણનો વિડીયો વડાપ્રધાને કર્યો રીટ્વીટ

Published On - 5:21 pm, Thu, 29 July 21

Next Video