ગુજરાતના પૂર્વ સીએમ રૂપાણીએ પાટણમાં પદ છોડવા અંગે આપ્યું આ નિવેદન

|

Nov 14, 2021 | 9:44 PM

જૈન સમાજના આ કાર્યક્રમમાં વિજય રૂપાણીએ મુખ્યપ્રધાન પદ છોડવા મામલે નિવેદન આપ્યું હતું. તેમણે મંચ પરથી કહ્યું કે તેઓ જૈન ધર્મના સંસ્કાર અને ત્યાગમાં માને છે.

ગુજરાતના(Gujarat) પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ(Vijay Rupani)સીએમ પદ છોડવા અંગે પાટણમાં(Patan) નિવેદન આપ્યું હતું. પાટણમાં આયોજિત જૈન સમાજના(Jain Samaj)કાર્યક્રમમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી હાજર રહ્યાં હતા. જૈન સમાજના આ કાર્યક્રમમાં વિજય રૂપાણીએ મુખ્યપ્રધાન પદ છોડવા મામલે નિવેદન આપ્યું હતું. તેમણે મંચ પરથી કહ્યું કે તેઓ જૈન ધર્મના સંસ્કાર અને ત્યાગમાં માને છે. જૈન ધર્મમાં ત્યાગ અને સમર્પણને મહત્વ આપવામાં આવ્યું છે જેના કારણે જ તેમણે મુખ્યપ્રધાન પદ છોડી દીધું

ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીના સ્થાને પક્ષે નવા મુખ્યમંત્રી તરીકે અમદાવાદના ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરી હતી. જેને સીએમ રૂપાણીએ પક્ષનો નિર્ણય ગણીને વધાવી લીધી હતી. તેમજ તેમણે તેમને શુભેચ્છા પણ પાઠવી હતી. તેની બાદ પણ પૂર્વ સીએમ રૂપાણીએ હંમેશા નિખાલસ રીતે આ બાબતનો સ્વીકાર કર્યો હતો.

પૂર્વ સીએમ રૂપાણીએ નવી ટીમ ગુજરાતને પણ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ તેમણે કહ્યું હતું કે પક્ષે મને અનેક પદો અને ઘણું બધુ આપ્યું છે. તેમજ આગામી સમયમાં પણ પક્ષ મને જે પણ જવાબદારી સોંપશે તેને ખંત અને નિષ્ઠાથી નિભાવીશ. તેમણે કેન્દ્રીય અને રાજ્યની નેતાગીરીઓ પણ આભાર માન્યો હતો.

જો કે  પૂર્વ સીએમ વિજય રૂપાણીએ નવા નેતૃત્વ અંગે પક્ષના નિર્ણયની અત્યાર સુધી કોઇ ટીકા- ટિપ્પણી કરી નથી.

આ પણ વાંચો : Gujarat : કોરોનાના લેટેસ્ટ અપડેટ સાથે જાણો રાજ્યના મહત્વના સમાચારો

આ પણ વાંચો : દેવભૂમિ દ્વારકામાંથી નોન વેજની લારીઓ દૂર કરવા શારદાપીઠના નારાયણનંદજીની માંગ

 

Published On - 9:40 pm, Sun, 14 November 21

Next Video