Breaking News : પાટણમાં યુવકનું મોત કુદરતી ન હોવાનો ઘટસ્ફોટ, હાથપગ બાંધી ઢોર માર મારી હત્યા કરાઇ

|

Mar 09, 2023 | 11:49 PM

પાટણ B ડિવીઝન પોલીસે યુવકના મોતનું રહસ્ય ઉકેલ્યું છે. યુવકનું મોત કુદરતી ન હોવાનો ઘટસ્ફોટ થયો છે. યુવકની હત્યા કરાઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે.

પાટણ B ડિવીઝન પોલીસે યુવકના મોતનું રહસ્ય ઉકેલ્યું છે. યુવકનું મોત કુદરતી ન હોવાનો ઘટસ્ફોટ થયો છે. 17 ફેબ્રુઆરીએ યુવકનું મોત થયું હતું. યુવકની હત્યા કરાઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. યુવકના હાથપગ બાંધી ઢોરમાર મારીને હત્યા નીપજાવી હોવાનું ખુલ્યું છે. યુવક વ્યસનમુકિત કેન્દ્રમાં સારવાર લઇ રહ્યો હતો. પાટણના સરદાર કોમ્પલેક્ષમાં આવેલ જ્યોના વ્યસનમુકિત કેન્દ્રની ઘટના સામે આવી છે. જ્યોના વ્યસનમુકિત કેન્દ્રના સંચાલક અને અન્ય દર્દીઓએ સાથે મળીને યુવકને બાંધી જીવલેણ મારામારીને હત્યા નીપજાવી હતી. આ મામલે B ડિવીઝન પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે. ગુજરાતના સમાચાર અહીં વાંચો.

આ મામલે નોંધાયેલી ફરિયાદમાં જણાવાયું છેકે તારીખ 17 ફેબ્રુઆરીના સાંજના સાડા છ વાગે આરોપીઓએ પોતાનો બદઇરાદો પાર પાડવા એક સંપ થઇ મૃતક હાર્દિક રમેશભાઇ સુથારના હાથપગ બાંધી દીધા હતા. તેમજ સફદે પાઇપો વડે તેમજ ગડદાપાટુથી યુવક હાર્દિકના શરીરે અને પેટમાં તેમજ ગુપ્તભાગે આડેધડ માર માર્યો હતો. જેમાં યુવકનું મોત થયું હતું. આ મોત મામલે હકીકતો છુપાવીને યુવકનું મોત લો-બીપીના કારણે થયું હોવાનું કહેવામાં આવ્યું હતું. અને, માહિતીઓને છુપાવી યુવકની લાશના અંતિમ સંસ્કાર કરાવી દેવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે એકબીજાને મદદગારી કરનાર એકબાદ એક 7 આરોપીઓની ઝબ્બે કર્યા છે.

આરોપીના નામ આ પ્રમાણે છે-

નશા મુક્તિ કેન્દ્રના સંચાલક સંદિપભાઇ છગનભાઇ પટેલ, જીતુભાઇ સાવલીયા-પટેલ, જૈનિષ-સુરત, ગૌરવ માછીમાર-સુરત, મહેશ રાઠોડ-પાલનપુર, જયેશ ચૌધરી-નગાણા, નિતીન ચૌધરી ચાંગા..આ તમામ આરોપીની પોલીસે એકબાદ એક ઝબ્બે કર્યા છે.

(ઇનપુટ ક્રેડીટ- સુનિલ પટેલ-પાટણ)

Published On - 11:09 pm, Thu, 9 March 23

Next Video