Patan : વિદ્યાર્થીઓએ ‘સેવ સોઈલ સેવ અર્થ’ અભિયાન અંતર્ગત પીએમ મોદીને સંદેશ ચિત્ર મોકલાવ્યા

|

May 08, 2022 | 5:54 PM

પાટણની શાળાના વિદ્યાર્થીઓએ શાળા કેમ્પસમા જ બાળકોની ચેન બનાવીને સેવ સોઇલ નો સંદેશ આપ્યો હતો. તો છેલ્લા એક સપ્તાહથી ચાલતા સેવ સોઇલ કેમ્પીયનમાં BIPS શાળાના બાળકોએ વડાપ્રઘાન નરેન્દ્ર મોદીને પણ સેવ સોઇલ સેવ અર્થ એન્ડ લાઇફ પર વિવિધ સંદેશ દર્શાવતા ચિત્ર સ્વરૂપે પત્ર લખીને દિલ્હી PM હાઉસ ખાતે મોકલાવ્યા છે.

Patan : વિદ્યાર્થીઓએ સેવ સોઈલ સેવ અર્થ અભિયાન અંતર્ગત પીએમ મોદીને સંદેશ ચિત્ર મોકલાવ્યા
Patan School Rally Under Save Soil Save Earth campaign

Follow us on

ગુજરાતની(Gujarat) શાળાઓમાં ઉનાળું વેકેશન આજથી શરુ થઇ ગયું છે.ત્યારે પાટણની (Patan) ખાનગી BIPSશાળા દ્વારા એક સપ્તાહથી “સેવ સોઇલ સેવ અર્થ “ (Save Soil Save Earth ) કેમ્પીયન થીમ ચલાવવામાં આવી રહ્યું હતું અને લોકોના લોકજાગૃતિ માટે સંદેશ આપ્યો છે. આ અભિયાન આજે પૂર્ણ થયું હતું. જેમાં વડાપ્રઘાન નરેન્દ્ર મોદી પણ જમીન બચાવો જીવસૃષ્ટિ બચાવોને લઇને “સેવ સોઇલ સેવ અર્થ એન્ડ સેવ લાઇફ ” નો સંદેશ આપી દેશવાસીઓને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહયા છે. જે સંદેશને ઘ્યાને લઇને શાળામાં છેલ્લા એક અઠવાડિયાથી આ થીમ પર બાળકો દવારા વિવિધ પોસ્ટર , વાર્તા , ચિત્રો દોરીને જાગૃતિ ફેલાવવામાં આવી રહી હતું. તેમજ તેની બાદ આજે પોસ્ટર સાથે વિદ્યાર્થીઓએ રેલી યોજી શહેરમાં “સેવ સોઇલ સેવ અર્થ એન્ડ લાઇફ “નો મેસેજ આપ્યો હતો.

આ ઉપરાંત બાળકો દ્વારા શાળા કેમ્પસમા જ બાળકોની ચેન બનાવીને સેવ સોઇલ નો સંદેશ આપ્યો હતો. તો છેલ્લા એક સપ્તાહથી ચાલતા સેવ સોઇલ કેમ્પીયનમાં BIPS શાળાના બાળકોએ વડાપ્રઘાન નરેન્દ્ર મોદીને પણ સેવ સોઇલ સેવ અર્થ એન્ડ લાઇફ પર વિવિધ સંદેશ દર્શાવતા ચિત્ર સ્વરૂપે પત્ર લખીને દિલ્હી PM હાઉસ ખાતે મોકલાવ્યા છે.

જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ‘ધરતી બચાવવાના ઉપાયો’ વિષય પર પત્ર લેખન પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્રો  હસ્તે કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા લોકજાગૃતિ લાવવા વસુંધરા સંવર્ધન કરવા માટે સુંદર સુવિચારો તથા ચિત્રો દોરી પ્રચાર પત્રો બનાવવામાં આવ્યા હતા. લોકજાગૃતિને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓ દ્વારા વસુંધરા બચાવોના પ્રચાર પત્રો દ્વારા ભવ્ય રેલીના આયોજન થકી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જો કે આ કેમ્પીયનમાં ખાસિયત એ હતી કે શાળાના “હાઉસ ડ્રેસ કોડ”(રંગીન ડ્રેસ કોડ) મુજબ અલગ અલગ રંગ મુજબ સેવ સોઇલ પર છેલ્લા એક અઠવાડિયાથી સંદેશ આપવાનો પ્રોજેકટ શાળા દ્વારા શરુ કરાયો હતો.

(With Input Sunil Patel, Patan) 

Published On - 5:45 pm, Sun, 8 May 22

Next Article