Patan : હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના પૂર્વ ઈન્ચાર્જ કુલપતિ અનિલ નાયકને લઇને આ વિવાદ સામે આવ્યો

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના (Hemchandracharya North Gujarat University) પૂર્વ કર્મચારી હેમંત પટેલે પાટણ બી ડિવિઝન પોલીસ મથકે અનિલ નાયકને ચુકવેલા વધુ પગારની તટસ્થ તપાસ કરી FIR દાખલ કરવા અરજીમાં જણાવ્યું છે. પૂર્વ ઈન્ચાર્જ કુલપતિ અનિલ નાયક એકસાથે બે પગાર લેતા હોવાનું સામે આવ્યું છે.

Patan :  હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના પૂર્વ ઈન્ચાર્જ કુલપતિ અનિલ નાયકને લઇને આ વિવાદ સામે આવ્યો
Hemchandracharya Uttar Gujarat University
| Edited By: | Updated on: May 07, 2022 | 10:39 PM

ગુજરાતમાં પાટણની(Patan) હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના (Hemchandracharya North Gujarat University) પૂર્વ ઈન્ચાર્જ કુલપતિ અનિલ નાયકને(Anil Nayak) લઈ નવો વિવાદ સામે આવ્યો છે. અનિલ નાયકને 20 લાખ રૂપિયાથી વધુનો ખોટો પગાર ચુકવાયો હોવાની અરજી યુનિવર્સિટીના પૂર્વ કર્મચારીએ કરી છે. પૂર્વ કર્મચારી હેમંત પટેલે પાટણ બી ડિવિઝન પોલીસ મથકે અનિલ નાયકને ચુકવેલા વધુ પગારની તટસ્થ તપાસ કરી FIR દાખલ કરવા અરજીમાં જણાવ્યું છે. પૂર્વ ઈન્ચાર્જ કુલપતિ અનિલ નાયક એકસાથે બે પગાર લેતા હોવાનું સામે આવ્યું છે.

અનિલ નાયકે 6 માર્ચ 2019થી 7 જાન્યુઆરી 2020 સુધી ઈન્ચાર્જ કુલપતિનો ચાર્જ સંભાળતા હતા. આ જ સમયગાળામાં ધારપુર મેડિકલ હોસ્પિટલમાં અધ્યાપક પદે 11 માસના કરારથી ફરજ બજાવતા હતા. જે દરમિયાન ચાલીસ હજાર પગાર મેળવતા હતા. ગુજરાત મુલ્કી સેવાના મળવાપાત્ર પગારમાં 10 ટકા જ ઉમેરવાનો નિયમ છે. એટલે કે અનિલ નાયક ઈન્ચાર્જ કુલપતિ પદે 4 હજાર એલાઉન્સ સાથે 44 હજારનો પગાર મળવાપાત્ર થાય. પરંતુ અનિલ નાયકે 24 લાખ 72 હજાર પગાર મેળવ્યો. એટલે કે નિયમ વિરુદ્ધ 20 લાખનો પગાર વધુ મેળવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સતત વિવાદોમાં રહી છે. જેમાં એપ્રિલ માસમાં ઉત્તર ગુજરાતની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં માસ કોપી કેસ મામલે 229 વિદ્યાર્થીઓનું પરીણામ સ્થગિત કરાયું હતું. જ્યારે 11 વિદ્યાર્થીઓનું પરિણામ રદ કરી દેવાયું હતું .ઉલ્લેખનીય છે કે, BSC સેમ-૨ની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ કોપી કરી હતી. પેપર ચેક કરતી વખતે એક જેવા જ જવાબ સામે આવતા પરીક્ષા શુદ્ધી સમિતી દ્વારા તપાસ કરાઈ હતી.જેમાં CCTV ફૂટેજ તપાસતા કોપી કેસનો ભાંડો ફૂટ્યો હતો. પરીક્ષામાં ગેરરિતી સામે આવતા હવે HNGU તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને ખાતરી આપી છે કે, સુપરવાઈજર વિરુદ્ધ પણ કાર્યવાહી થશે. બીજી તરફ પાટણના ધારાસભ્યએ યુનિવર્સિટીમાં ગેરરિતીનું કૌભાંડ ચાલતું હોવાનો આરોપ લગાવ્યો છે.. તેમણે કહ્યું કે, જો અન્ય કોલેજમાં પણ તપાસ થાય તો મોટું કૌભાંડ સામે આવી શકે છે.

(With Input Sunil Patel, Patan) 

Published On - 10:32 pm, Sat, 7 May 22