PATAN : HNGUના પૂર્વ કુલપતિ ડો.આદેશ પાલ સામે કાર્યવાહી, પાલને ફરજ મુક્ત કરાયા

|

Oct 30, 2021 | 6:22 PM

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ. આદેશ પાલે સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ડો આદેશ પાલને ફરજ મુક્ત કરાયા છે. કારોબારી સભાની મળેલી બેઠક કાયમી નિવૃત્તિનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ. આદેશ પાલે સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ડો આદેશ પાલને ફરજ મુક્ત કરાયા છે. કારોબારી સભાની મળેલી બેઠક કાયમી નિવૃત્તિનો નિર્ણય લેવામાં આવ્યો છે. આદેશ પાલ હાલમાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ઇંગ્લિશ ડીપાર્ટમેન્ટના ડીન તેમજ ડાયસ્પોરા વિભાગના ડીન તરીકે ફરજ પર હતા. લોકાયુક્તની તપાસના અહેવાલ બાદ આદેશ વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ છે. મહત્વનું છે કે આદેશપાલ સામે યુનિવર્સિટીમાં ઉત્તરવહી સહિત ૧૪ થી વધુ ગેરરીતિ મામલે તપાસ ચાલતી હતી. કૌભાંડના કેસમાં આદેશ પાલ સામે કાર્યવાહી કરવા લોકાયુક્તે આદેશ કર્યો છે.

નોંધનીય છેકે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ. આદેશ પાલે સામે યોગ્ય કાર્યવાહી કરવાની માગણી થઈ હતી. પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે આદેશ પાલે સામે કાર્યવાહી કરવા રાજ્યપાલને પત્ર લખ્યો હતો. કરોડોના કૌભાંડના કેસમાં આદેશ પાલ સામે કાર્યવાહી કરવા લોકાયુક્તે આદેશ કર્યો છે. ડૉ. આદેશ પાલે સામે અનેક ગેરરીતિ અને કૌભાંડ મામલે લોકાયુક્તે તપાસનો અહેવાલ પણ રજૂ કર્યો છે. ત્યારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેટલાક સત્તાધીશો આદેશ પાલને બચાવવાનો પ્રયાસ કરતા હોવાનો કિરીટ પટેલે આક્ષેપ કર્યો હતો.

 

આ પણ વાંચો : Parambir Singh: પરમબીર સિંહ વિરુદ્ધ મુંબઈની કિલા કોર્ટમાંથી બિનજામીનપાત્ર વોરંટ કરાયું જાહેર, આ પહેલા થાણે કોર્ટે ઈશ્યુ કર્યું હતું વોરંટ

આ પણ વાંચો :  Foreign Exchange Reserves: આ અઠવાડીયે વિદેશી મુદ્રા ભંડારમાં આવ્યો 91 લાખ ડોલરનો ઘટાડો, જાણો RBIના ખજાનામાં કેટલું બચ્યુ છે રીઝર્વ

Next Video