ગુજરાતમાં હજુ બે દિવસ હીટવેવની આગાહી, અમદાવાદમાં સિઝનની સૌથી વધુ 42.3 ડિગ્રી ગરમી

ગુજરાતમાં ગરમીનું પ્રચંડ મોજુ ફરી વળ્યું છે. રાજ્યમાં હજુ પણ બે દિવસ હીટવેવની આગાહી છે. અમદાવાદમાં સિઝનની સૌથી વધારે 42.3 ડિગ્રી ગરમી નોંધાઈ છે. રાજ્યમાં ફૂંકાતા ગરમ અને સૂકા પવનોની અસરના કારણે અમદાવાદમાં 24 કલાકમાં દોઢ ડિગ્રીનો વધારો થયો છે.

Darshal Raval
| Edited By: | Updated on: Apr 04, 2022 | 4:00 PM

ગુજરાતમાં(Gujarat) ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. જેમાં રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો(Heat Wave)પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. જેના લીધે લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. આ ઉપરાંત આગામી ત્રણ દિવસ હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાલનપુરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ (Ahmedabad) શહેરમાં હજી પણ ગરમીનો પારો ઉપર જશે. તો બીજી તરફ કાળઝાળ ગરમીને પગલે લોકોને કામ વિના ઘરની બહાર ન નીકળવા માટે હવામાન વિભાગે અપીલ કરી છે.

ચોમાસામાં આભ માંથી વરસાદ વરસી રહ્યો હોય તેમ હાલમાં આભ માંથી અગન ગોળા વરસી રહ્યા હોય તેમ ગરમી પડી રહી છે. અને તેમાં પણ હજુ રાજ્યમાં બે દિવસ ગરમી યથાવત રહેવા અને હીટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં કેટલાક વિસ્તારમાં હિટવેવ રહેશે. જેમાં સૌરાષ્ટ્રમાં કચ્છ. પોરબંદર, રાજકોટ અને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં બનાસકાંઠા. પાટણ. ગાંધીનગર અને અમદાવાદ હિટવેવની અસર રહેશે. અને તેમાં પણ હીટ એક્શન પ્લાન અંતર્ગત અમદાવાદમાં 3 દિવસ માટે યલ્લો એલર્ટ જાહેર કરાયું છે. જે 3 દિવસ બાદ બે ડિગ્રી તાપમાન ઘટતા ગરમીમાં આંશિક રાહત મળશે.

સિઝનનું અત્યાર સુધી 40 થી 42 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું

આ વર્ષે હોળી પહેલા ગરમીની શરૂઆત થઈ ગઈ. જે બાદ ઉતરોતર દિવસે ને દિવસે તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. જેમાં ગત રોજ અમદાવાદમાં સિઝનનું સૌથી વધુ 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું.

આ તમામ ફેરફાર પવનની દિશા બદલાતા ગરમીમાં વધારો થયો છે. તેમજ પવન ની ગતિ વધતા ગરમીમાં ઘટાડો થવાની આગાહી પણ હવામાને કરી છે. એટલું જ નહિ પણ હવામાન વિભાગે વધતી ગરમી સામે લોકોએ પોતાનું રક્ષણ કરવા સાવચેતી રાખવા સૂચન કર્યા. જેમાં લોકોએ ઠંડા પીણા પીવા. બહાર ગરમીમાં ફરવું નહિ. શરીર ઠંકાય તેવા કપડાં પહેરવા સૂચન કર્યું.

એટલું જ નહીં પણ સિઝનની સૌથી વધુ ગરમી એપ્રિલ અને મેં મહિનામાં તેમજ જૂન મહિનામાં નોંધાતી હોય છે. જેમાં આ વર્ષે 45 ડિગ્રી ઉપર પારો જવાની શક્યતાઓ છે. ત્યારે પણ લોકોને સાવચેત રહેવા સૂચન કરાયું છે.

આ ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ સતત અઠવાડિયાથી ગરમીનો પારો વધી રહ્યો છે. જેમાં આકાશમાંથી અગન ગોળા વરસી રહ્યાં છે. હવામાન વિભાગ દ્વારા યલો અને રેડ એલર્ટ અપાય છે. ત્યારે આકરી ગરમીથી રાહત મળે તે માટે AMC તરફથી હીટ એક્શન પ્લાન તૈયાર કરાયો છે.. જે અંતર્ગત શહેરના અર્બન હેલ્થ સેન્ટરો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર વ્યવસ્થા કરાઇ છે. હીટવેવમાં લુ લાગવાના કેસમાં આઇસ પેક અને ગ્લુકોઝ બોટલની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો-

SURAT : અપહરણનું નાટક કરી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ, બે મિત્રોની પોલીસે ધરપકડ કરી

આ પણ વાંચો-

SURAT :સામાન્ય ઝઘડામાં યુવકની મિત્રએ જ કરી કરપીણ હત્યા, ફરાર હત્યારાની પોલીસે શોધખોળ આદરી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">