પંચમહાલથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ગોધરા સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વોર્ડમાં ગંભીર બેદરકારી સામે આવી છે. સિવિલમાં બાળકને એક્સપાઈરી ડેટવાળો બાટલો ચઢાવવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જણાવી દઈએ કે બીમાર બાળકને જુલાઈ મહિનાનો એકપાયર્ડ થયેલો બાટલો ચઢાવાયો હોવાનું કહેવામાં આવ્યું છે. બાટલો ચઢાવ્યા બાદ વાલીના ધ્યાને વાત આવી હતી. વાલીને ખ્યાલ આવતા જ અધુરો બાટલો કાઢી લેવાયો હતો. બાદમાં આ પ્રશ્ન પર પીડિયાટ્રિક વોર્ડ પર હાજર સ્ટાફે મૌન સાધી લીધું છે. બાળકના આરોગ્ય સાથે ગંભીર ચેડા થતા દર્દીઓ અને તેના પરીવારોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે.
જણાવી દઈએ કે ગોધરા જિલ્લાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના બાળ વિભાગમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાથી પીડિત બાળકો સારવાર લઇ રહ્યા છે. આવામાં તેમને જે બાટલો ચઢાવવામાં આવે છે. એ બાટલો એક્સપાયરી ડેટ પછીનો ચઢાવવામાં આવતા ત્યાં દાખલ બાળકો અને તેમના પરિવારમાં ભારે રોષ છે. તમને જણાવી દઈએ કે ત્રણ મહિના પહેલા એક્સપાયર થઇ ગયેલો બાટલો ચઢાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: SURAT : VNSGU યુનિવર્સિટી ગરબા વિવાદમાં ઉમરા પોલીસ સ્ટેશનના PI-PSIની બદલી, 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડ
આ પણ વાંચો: સુત્રાપાડાના TDO ઓફીસમાં જ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા, મંડળીનું બીલ પાસ કરવા માંગી હતી લાંચ