Panchmahal: ખેડૂતોની માંગને લઈને પાનમ ડેમમાંથી કેનાલમાં પાણી છોડાયુ, 100 ગામના ખેડૂતોને થશે લાભ
હાલ ડાંગર પાક માટે 200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેને બાદમાં વધારીને 500 ક્યુસેક સુધી કરી દેવાશે. ત્યારે ખેડૂતોને પણ મોટા પ્રમાણમાં ફાયદો થશે.
Panchmahal: પંચમહાલના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જિલ્લાની જીવા દોરી સમાન પાનમ ડેમ (Panam Dam)માંથી સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે, જેથી ડાંગર પાકને લઈને ખેડૂતોને ઘણી રાહત થઈ છે.
અગાઉ આ પંથકના ખેડૂતોની માંગણીઓને ધ્યાનમાં રાખીને પાનમ નદીનું પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈને ખેડૂતો ખુશ જણાઈ રહ્યા છે. હાલ ડાંગરના પાક માટે 200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેને બાદમાં વધારીને 500 ક્યુસેક સુધી કરી દેવાશે. પાનમડેમમાંથી કેનાલ મારફતે પાણી છોડવામાં આવતા 100 ગામના ખેડૂતો તેનો લાભ લઈ શકશે.
આ પણ વાંચો: RATH YATRA : જગન્નાથજીની રથયાત્રાને શરતી મંજૂરી મળે તેવી સંભાવના, ટુંક સમયમાં સત્તાવાર જાહેરાત થશે
આ પણ વાંચો: જર્જરિત હોસ્ટેલમાં ઘડાઈ રહ્યું છે ભારતનું ભવિષ્ય, જાણો વીર નર્મદ યુનિવર્સીટીની હોસ્ટેલની હાલત
