Panchmahal : ગોધરામાં પોલીસની ચાઇનીઝ દોરીને લઇને કાર્યવાહી, 247 ફિરકી જપ્ત કરી

|

Jan 07, 2023 | 6:56 PM

ગોધરા શહેરના મોદીની વાડી 2 વિસ્તારમાંથી એલસીબીએ 247 ફિરકી ચાઈનીઝ દોરાનો 47 હજારની કિંમતનો જથ્થો ઝડપી પાડ્યો છે. રહેણાંક મકાનમાં દોરાનો જથ્થો રાખી વેચાણ કરવામાં આવતો હોવાની જાણકારી આધારે પોલીસે છાપો મારી હાલ બે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે

Panchmahal : ગોધરામાં પોલીસની ચાઇનીઝ દોરીને લઇને કાર્યવાહી, 247 ફિરકી જપ્ત કરી
પતંગની દોરી બની મોતની દોરી
Image Credit source: File Image

Follow us on

ગોધરા શહેરના મોદીની વાડી 2 વિસ્તારમાંથી એલસીબીએ 247 ફિરકી ચાઈનીઝ દોરીનો 47 હજારની કિંમતનો જથ્થો ઝડપી પાડ્યો છે. રહેણાંક મકાનમાં દોરાનો જથ્થો રાખી વેચાણ કરવામાં આવતો હોવાની જાણકારી આધારે પોલીસે છાપો મારી હાલ બે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે સાથે જ અન્ય વધુ એક આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

ઉતરાયણ પર્વ પૂર્વે ચાઈનીઝ દોરાના ઉપયોગથી કેટલાય નિર્દોષ વ્યક્તિઓ અને નિર્દોષ પંખીઓના ભોગ લેવાઇ રહ્યા હોવાની ઘટનાઓ હાલ રાજ્યભરમાંથી સામે આવી રહી છે ત્યારે પોલીસ તંત્ર પણ ચાઈનીઝ દોરા ના વેચાણ સામે લાલ આંખ કરી છે અને ચાઇનીઝ દોરા વેચાણ અંગેની ઠેર ઠેર તપાસ કરવામાં આવી રહી છે. પોલીસની બાઝ નજર હોવા છતાં ચાઈનીઝ દોરા નો જથ્થો યેનકેન પ્રકારે વેચવા માટે કેટલાક વેપારીઓ સક્રિય હોવાનું જે રીતે ચાઈનીઝ દોરા નો જથ્થો મળી આવે છે જેના થકી જોવા મળી રહ્યું છે.

ગોધરા શહેરમાં પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી ચાઈનીઝ દોરા ને વેચાણ અંગેની ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. પરંતુ વેપારીઓ દ્વારા ચાઈનીઝ દોરા નું વેચાણ ખૂબ જ સાવચેતી પૂર્વક ખાનગી જગ્યાઓ ઉપર તેમજ માત્રને માત્ર બાળકોને જ વેચવામાં આવતો હોવાનું સામે રહ્યું છે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

ચાઈનીઝ દોરીનો જથ્થો રાખી ખાનગીમાં વિતરણ કરવામાં આવી રહ્યો છે

આ દરમિયાન ગત મોડી રાત્રે ગોધરા એલસીબી પીઆઇને બાતમી મળી હતી કે ગોધરા શહેરના મોદીની વાડી -2 વિસ્તારમાં એક રહેણાંક મકાન મોટા પ્રમાણમાં ચાઈનીઝ દોરીનો જથ્થો રાખી ખાનગીમાં વિતરણ કરવામાં આવી રહ્યો છે. બાતમી આધારે એલસીબી ટીમે છાપો માર્યો હતો અને તપાસ દરમિયાન રહેણાંક મકાનમાંથી 247 ફિરકા ચાઈનીઝ દોરા નો જથ્થો મળી આવ્યો હતો.

જેથી પોલીસે બે આરોપીઓ માધવ પટેલ અને હર્ષિલ પટેલ ધરપકડ કરી ચાઈનીઝ દોરા નો જથ્થો કબ્જે લીધો હતો.જયારે આ ચાઈનીઝ દોરાનો વેપાર કરતાં એક પતંગના દુકાનદાર રવિ મનસુખ રાણા પણ સંડોવણી બહાર આવતા પોલીસે તેની સામે પણ જાહેરનામા ભંગનો ગુનો નોંધી તેની પણ ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. હાલ પણ પોલીસ દ્વારા અનેક વિસ્તારોમાં ચાઈનીઝ દોરાના વેચાણને અટકાવવા માટે તપાસ માટેની ડ્રાઇવ જારી રાખવામાં આવી છે.

Next Article