
સો મહિનાની એટલે કે શારદીય નવરાત્રિ (Shardiya Navratri) હવે ઘણી નજીક છે ત્યારે માઇભક્તોના આસ્થા કેન્દ્ર પાવાગઢ મંદિર (Pavagadh Mandir) ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત હવે માઇભકતો મહાકાળી માતાને ધજા ચઢાવી શકશે. આ નિર્ણયનો 26 સપ્ટેમ્બર એટલે કે નવરાત્રિના પ્રથમ દિવસથી જ અમલ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 500 વર્ષ બાદ મંદિરના શિખર ઉપર ધજારોહણ કરવામાં આવ્યું હતું. પાવાગઢ મંદિરનું શિખર સૈકાઓથી ખંડિત હાલતમાં હતું અને હિન્દુ માન્યતા તેમજ વાસ્તુ શાસ્ત્ર અનુસાર ખંડિત શિખર ઉપર ધજા ચઢાવી ન શકાય. આથી મંદિર ઉપર ધજા નહોતી.
નોંધનીય છે કે થોડા માસ અગાઉ મંદિરનો કાયાકલ્પ કરવામાં આવ્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 500 વર્ષ બાદ મંદિરના શિખર ઉપર ધજારોહણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માઇભક્તો ધજા ચઢાવવા માટે અવારનવાર મંદિર ટ્રસ્ટને પૂછપરછ કરતા હતા આથી ટ્રસ્ટી મંડળ દ્વારા ભાવિકોની ધ્રામિક લાગણીનું સન્માન કરતા આ નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમજ અલગ અલગ માપની ધજા માટે અલગ અલગ દર પણ જાહેર કરવામાં આવ્યા છે.
તે પ્રમાણે ધજાની નોંધણી કરાવ્યા બદા મંદિર ઉપર ધજા ચઢાવવાનો લ્હાવો લઈ શકાશે. નોંધનીય છે કે મોહમ્મદ બેગડા નામક આક્રમણકારીએ માતાજીના મંદિરમાં તોડફોડ કરીને મંદિરની ઉપર જ દરગાહ બનાવી હતી અને તેના કારણે 500 વર્ષથી મંદિર ખંડિત હતું, જોકે હવે સંપૂર્ણ શિખર અને સોનાના કળશ અને ધજાદંડ સાથે મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્યું છે.
પાવાગઢ મંદિરનું શિખર સૈકાઓથી ખંડિત હાલતમાં હતું અને હિન્દુ માન્યતા તેમજ વાસ્તુ શાસ્ત્ર અનુસાર ખંડિત શિખર ઉપર ધજા ચઢાવી ન શકાય. આથી મંદિર ઉપર ધજા નહોતી, પરંતુ મંદિર નજીક આવેલી દરગાહ હતી તેને સમજાવટથી ખસેડીવામાં આવી હતી અને આ સમસ્યાનો સુકધ અંત આવતા મંદિરનું શિખર નિર્માણ કરી ધજા ચઢાવવામાં આવી હતી.
પાવાગઢ મંદિર ચાંપાનેર-પાવાગઢ પુરાતત્વીય વિભાગમાં સામેલ છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ છે અને દર વર્ષે લાખો ભક્તો અને પ્રવાસીઓ મંદિરની મુલાકાત લે છે અને મંદિર નવ નિર્માણ પામ્યા બાદ પાવાગઢ ખાતે ઉત્તરોઉત્તર પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે.
પાવાગઢમાં (Pavagadh) મહાકાળી મંદિરના શિખર ઉપર દિવસમાં 5 વાર ધજા બદલાશે. તેમજ ધજા ઉપર જયશ્રી કાલિકા માતાજી લખવામાં આવશે. શિખર ધજા ચઢાવવાની સમગ્ર કામગીરી મંદિર ટ્રસ્ટ અને અનુભવી સ્ટાફ દ્વારા જ કરવામાં આવશે. તો નવરાત્રિની મોટી આઠમ તેમજ દેવ દિવાળીના દિવસે આખો દિવસ શિખરપ ઉપર મંદિરની ધજા જ ફરકતી રહેશે તેવો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જગત મંદિર દ્વારિકા ખાતે પણ દિવસમાં પાંચ વાર ધજા બદલવામાં આવે છે.
ધજાના દર્શનનું ભગવાનના દર્શન જેટલું જ માહાત્મ્ય શાસ્ત્રમાં કહેવાયું છે. શાસ્ત્રમાં કહેવાયું છે કે शिखर दर्शनम् पाप नाशनम् મંદિરના કળશ અને તેની ધ્વજાને જોતા નમન કરવું જોઈએ. તેનાથી તમને ભગવાનના દર્શન કર્યાનું ફળ મળે છે. મંદિરના શિખર અને ધજાના દર્શન પણ ભગવાનના દર્શન કર્યા જેવી અનુભૂતિ કરાવે છે, ત્યારે હવે નવરાત્રિથી ભાવિક ભક્તો આ ધજા ચઢાવવાનો લાભ લઇને વિશેષ ભક્તિ અદા કરી શકશે.
પાવાગઢ ખાતે મહાકાળી માતાજીની લાલ રંગની ધજા લહેરાય છે. આ શિખર ધજા ભક્તોની આસ્થા અને આધ્યાત્મિકતાનું પ્રતીક છે. ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા ધજા ચઢાવવાનું માપ અને તેના દર પણ નક્કી કરવામાં આવ્યા છે.