ગોધરામાં સબ જેલનો સિપાઈ 400 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

|

Nov 21, 2021 | 10:48 PM

એસીબી ગોધરાને આધારભુત માહિતી મળેલ કે જિલ્લા સબ જેલ ગોધરા ખાતે જેલમાં રહેલ કેદીઓ જામીન મુક્ત થયેલ હોય તેવા કેદીઓને જેલમાંથી છોડવા પેટે રૂ.૧૦૦/- થી રૂ.૫૦૦/- લાંચ પેટે લેવામાં આવે  છે.

પંચમહાલ (Panchmahal) જિલ્લાની ગોધરા(Godhara)જેલનો સિપાઈ 400 રૂપિયાની લાંચ( Bribe)  લેતા ઝડપાયો. જેમાં ગોધરા એસીબીને(ACB)  મળતી મળેલી માહિતી મુજબ ડિકોઈ ટ્રેપ ગોઠવી લાંચ લેતા સિપાઈને ઝડપી પાડ્યો.એક આરોપીના જામીન મંજૂર થતા જેલમાંથી આરોપીને છોડાવવા ગયેલા સંબંધી પાસેથી જેલ સિપાઈએ 400 રૂપિયાની લાંચ માગી હતી.

જેમાં એસીબી ગોધરાને આધારભુત માહિતી મળેલ કે જિલ્લા સબ જેલ ગોધરા ખાતે જેલમાં રહેલ કેદીઓ જામીન મુક્ત થયેલ હોય તેવા કેદીઓને જેલમાંથી છોડવા પેટે રૂ.૧૦૦/- થી રૂ.૫૦૦/- લાંચ પેટે લેવામાં આવે  છે જે મળેલ માહિતીની ખરાઈ કરવા સારૂ ડીકોયરનો સહકાર મેળવી ડીકોય છટકાનું આયોજન કર્યું હતું.

જેમાં ડીકોયરના સંબંધી ગુનાના કામે સબ જેલ ગોધરા ખાતે હોય અને તેઓને નામદાર કોર્ટે  જામીન ઉપર મુક્ત કરેલ હોય તે અંગે સદર આરોપી ને નામદાર કોર્ટે જેલ મુક્ત કરવા હુકમ થયેલ હોય જે કામે ડીકોય છટકાનું આયોજન કરતાં આ કામના આરોપીઓ સબ જેલ ગોધરા કમ્પાઉન્ડમાં પોતાની કેબીનમાં ડીકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૫૦૦/- ની લાંચની માંગણી કરી સ્વીકારી તે પૈકી રૂ.૧૦૦/- ડીકોયરને પરત આપી રૂ.૪૦૦/- લાંચ તરીકે પોતાની પાસે રાખી લઈ ઝડપાઈ ગુનો આચરેલ હતો.

તેથી તેમની વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ પણ વાંચો : પાકિસ્તાનથી ઘુસાડવામાં આવેલ 120 કિલો હેરોઇનના કેસમાં કુલ 11 આરોપીની ધરપકડ

આ પણ વાંચો : ગુજરાતમાં ધોરણ 1થી5 નું ઓફલાઇન શિક્ષણ શરૂ કરવાનો વડોદરા પેરેન્ટસ એસોસિએશનનો વિરોધ, સરકારને પૂછ્યા વેધક સવાલો

 

Published On - 10:47 pm, Sun, 21 November 21

Next Video