પાકિસ્તાનથી ઘુસાડવામાં આવેલ 120 કિલો હેરોઇનના કેસમાં કુલ 11 આરોપીની ધરપકડ

ગુજરાત એટીએસે ચારેય આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. અત્યાર સુધી આ કેસમાં ચાર આરોપી સાથે 11 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2021 | 9:47 PM

પાકિસ્તાનથી(Pakistan) ઘુસાડવામાં આવેલ 120 કિલો હેરોઇનના(Heroin) કેસમાં ગુજરાત (Gujarat) એટીએસ (ATS) વધુ ચાર આરોપીની ધરપકડ કરી છે. આ ચાર આરોપી પૈકી એક નાઇઝેરીયનની ધરપકડ પણ કરી છે. જેમાં ચારેય આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. અત્યાર સુધી આ કેસમાં ચાર આરોપી સાથે 11 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના નાવદ્રા ગામેથી 120 કરોડની કિંમતનું વધુ 24 કિલો હીરોઇન ઝડપાયું છે. ગુજરાત ATSએ હેરોઈન સાથે વધુ 3 લોકોની ધરપકડ પણ કરી હતી. ATSની તપાસમાં સામે આવ્યું છે કે, પંજાબની ફરિદકોટ જેલમાં બંધ ભૂષણ શર્મા ઉર્ફે ભોલો શૂટર નામનો શખ્સ ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હતો.

ભૂષણ શર્મા ઉર્ફે ભોલા શૂટર સામે અનેક રાજ્યોમાં ખંડણી અને હત્યાના કેસ નોંધાયેલા હોવાનો પણ ખુલાસો થયો છે. મોરબીના ઝિંઝુડામાંથી ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં આરોપીએ નાવદ્રામાં ડ્રગ્સ છૂપાવાયું હોવાનું કબૂલ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, મોરબીના ઝીંઝુડા ગામેથી 600 કરોડનું ડ્રગ્સ પકડવાનું ગુજરાત ATSએ મોટી સફળતા હાંસલ કરી હતી. ત્યારે ગુજરાત ATSના ડીઆઈજી હિમાન્શુ શુક્લાએ દાવો કર્યો છે કે છેલ્લા 4 વર્ષથી પાકિસ્તાનના નાર્કોટિક્સ કાર્ટલ દ્વારા ગુજરાતને નિશાન બનાવવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે.

પરંતુ અત્યાર સુધી જેટલા પ્રયત્નો થયા છે તે તમામ નિષ્ફળ બનાવી દેવાયા છે.. અને ભવિષ્યમાં પણ આવા પ્રયત્નો કરાશે તો પાકિસ્તાનને સફળતા નહીં મળે ટ્રાન્ઝિટ રૂટ તરીકે ગુજરાતનો ઉપયોગ કરાય છે.. પરંતુ ગુજરાત પોલીસ અને કેન્દ્રની એજન્સીઓ સજ્જ છે.

આ પણ  વાંચો : કચ્છમાં નર્મદાની પાઇપ લાઈનમાં ભંગાણ પડતાં પાણીના ફુવારા ઉડયા, જુઓ વિડીયો

આ પણ  વાંચો : ગુજરાતમાં કમોસમી વરસાદે સુરેન્દ્રનગરના અગરિયાઓની હાલત કફોડી બનાવી

Follow Us:
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">