પંચમહાલ જિલ્લાના હાલોલ પ્રાંત અધિકારીએ પર્યાવરણની ચિંતા કરવાની સાથે જ વેસ્ટમાંથી બેસ્ટ ઉક્તિને યથાર્થ સાબિત કરતી કામગીરી હાથ ધરી છે. જેના થકી ટૂંક સમયમાં હાલોલ તાલુકા સેવા સદનની દિવાલ આબોહવા પરિવર્તન સામેની લડતનું સ્મારક સમુ બની રહેશે, અહીં અંદાજીત 36 મીટરની કમ્પાઉન્ડ વોલને પ્લાસ્ટિકની વેસ્ટ બોટલોમાંથી બનાવવામાં આવી છે અને આ ભગીરથ કાર્યમાં શાળાના વિદ્યાર્થીઓ સહભાગી બન્યા છે. આ દિવાલ નું નામ પણ ખૂબ જ સુંદર આપવામાં આવ્યું છે વોલ અગેઇન્સ્ટ કલાઇમેટ ચેન્જ.
હાલ એકત્રિત થયેલી પ્લાસ્ટિકની વેસ્ટ બોટલમાં સિંગલ-યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓ ભર્યા પછી જે જગ્યા રહી હતી તે બોટલોને મજબૂતી આપવા માટે રેતી ભર્યા બાદ દિવાલ બનાવવામાં ઉપયોગ લેવામાં આવી રહી છે, પ્રાંત અધિકારી એ સૌને પર્યાવરણ બચાવવા ના સહભાગી થવા પણ અપીલ કરી છે.
પંચમહાલ જીલ્લાના હાલોલમાં પ્લાસ્ટિકની વેસ્ટ બોટલોનો ઉપયોગ કરીને સેવાસદનની ૩૬ મીટરની કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી રહી છે, જેને ‘વોલ અગેઇન્સ્ટ ક્લાઈમેટ ચેન્જ’ તરીકે નામ આપવામાં આવ્યું છે, મોટા ભાગના લોકો પ્લાસ્ટિકની બોટલોને ડસ્ટબીનમાં ફેંકી દે છે અથવા ભંગાર એકત્ર કરતા હોકરોને આપે છે પરંતુ હવે આ નિહાળીને લોકો કલ્પના કરશે કે આ બોટલોનો બાંધકામ સામગ્રી તરીકે પણ ઉપયોગ કરી શકાય છે.
ત્રણ તાલુકાના વિદ્યાર્થીઓમાં આબોહવા વિશે જાગૃતિ કેળવાય એવા શુભ આશય સાથે પ્લાસ્ટિકની વેસ્ટ બોટલો અને સિંગલ યુઝ વેસ્ટ પ્લાસ્ટિક એકત્રિત કરવાનું અભિયાન જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં શાળાના બાળકો સહિત શાળાના શિક્ષકો આ અભિયાનમાં જોડાયા હતા અને પ્લાસ્ટિક ની વેસ્ટ બોટલ ભેગી કરી તેમાં પ્લાસ્ટિક કચરો ભરી હાલોલ મામલતદાર કચેરી ખાતે આપવામાં આવી હતી, તેમાં શાળાના બાળકોએ પણ આ અભિયાનમાં ઝંપલાવી આગામી દિવસો માં પણ આવા અભિયાનમાં તેઓ જોડાશે તેમ જણાવ્યું હતું.
એકત્રિત થયેલી 10હજાર જેટલી વેસ્ટ પ્લાસ્ટિક બોટલના ઉપયોગ થકી તાલુકા સેવાસદન હાલોલ કચેરીના કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે ઈંટોની જગ્યાએ વેસ્ટ પ્લાસ્ટિક ની બોટલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, આમ આ દિવાલ બનાવવા માટે પર્યાવરણના રખેવાળ બનવા માટે શાળાના બાળકો પણ છે તેમ હાલોલ ના પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું, એકત્રિત થયેલી પ્લાસ્ટિકની વેસ્ટ બોટલ માં સિંગલ-યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓ ભર્યા પછી જે જગ્યા રહી હતી તે બોટલોને મજબૂતી આપવા માટે રેતી ભર્યા બાદ દિવાલ બનાવવામાં ઉપયોગ લેવામાં આવી રહી છે.પ્રાંત અધિકારી એ સૌને પર્યાવરણ બચાવવા સહભાગી થવા પણ અપીલ કરી છે.
Published On - 5:35 pm, Thu, 23 February 23