Panchmahal : ગોધરા સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ, અનેક સ્થળોએ પાણી ભરાયા

|

Sep 21, 2021 | 10:04 AM

પંચમહાલ જીલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ગોધરા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

પંચમહાલ(Panchmahal)  જીલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ગોધરા(Godhra) શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. તેમજ ગોધરા શહેરમાં સતત બે દિવસથી વરસાદ (Rain)વરસી રહ્યો છે. જેના પગલે સિગ્નલ ફળીયામાં મેદા પ્લોટ વિસ્તારના માર્ગો પર ભરાયા પાણી છે. તેમજ સ્થાનિકો દ્વારા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે(IMD)આગાહી વ્યક્ત કરી છે.હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં(Gujarat)પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની(Rain)આગાહી વ્યક્ત કરવામાં આવી છે.જેમાં સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી.

હવામાન વિભાગે વડોદરા, છોટા ઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મહીસાગર અને દાહોદમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે…મહત્વનું છે કે, રાજ્યમાં હજુ પણ 18 ટકા વરસાદની ઘટ છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક શહેરોમાં મેઘ મહેર જોવા મળી.ક્યાંક હળવો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો.ખેડા જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર થઇ તો દાહોદના ઝાલોદ, સંજોલી વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો છે.

આ તરફ અમદાવાદના અનેક વિસ્તારોમાં મેઘ સવારી આવી પહોંચી તો વિરમગામના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી જમાવટ જોવા મળી હતી. સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં પણ વરસાદ વરસ્યો હતો. અમરેલીના રાજુલામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો અને રાજકોટમાં પણ 150 ફૂટ રિંગ રોડ પર વરસાદને પગલે પાણી ભરાયા હતા. જ્યારે વડોદરામાં પણ મેઘરાજાએ જમાવટ કરી હતી.

આ પણ વાંચો : Rajasthan Politics: પંજાબ પછી હવે રાજસ્થાનમાં ફેરબદલની તૈયારીઓ? કોંગ્રેસના નેતા સચિન પાયલટ રાહુલ ગાંધીને મળ્યા અને લાંબી વાતચીત કરી

આ પણ વાંચો : બરોડા ડેરીમાં વહીવટનો વિવાદ ચરમસીમાએ, કેતન ઈનામદાર મંગળવારથી પ્રતિક ધરણાં કરશે

 

Published On - 9:56 am, Tue, 21 September 21

Next Video