PANCHAMHAL : 75માં સ્વતંત્રતા પર્વની ઉજવણી, ગોધરામાં નાયબ મુખ્યપ્રધાનના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો

| Edited By: | Updated on: Aug 15, 2021 | 12:42 PM

ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 75માં સ્વતંત્રતાદિન (15 August 2021) નિમિત્તે નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે આપી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

PANCHAMHAL : 75માં સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ (Nitin Patel)એ ગોધરા ખાતે ધ્વજવંદન કર્યું હતું. ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 75માં સ્વતંત્રતાદિન (15 August 2021) નિમિત્તે નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. 75માં સ્વતંત્રતા દિવસે ધ્વજવંદન બાદ નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ગોધરા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નાયબ મુખ્યપ્રધાનની ઉપસ્થિતીમાં 75માં સ્વતંત્રતા દિન (75th Independence Day) નિમિત્તે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.

આ પણ વાંચો : VADODARA : સ્વતંત્રતા પર્વના ધ્વજવંદન સમારોહમાં 6 પોલીસ જવાનોની તબિયત લથડી

Published on: Aug 15, 2021 12:34 PM