VADODARA : સ્વતંત્રતા પર્વના ધ્વજવંદન સમારોહમાં 6 પોલીસ જવાનોની તબિયત લથડી
આ જવાનોની તબિયત ખરાબ થતા અન્ય કર્મચારીઓ તથા 108 ના સ્ટાફ દ્વારા સ્થળ જ પર જ પ્રાથમિક સારવાર અપાઈ રહી છે. અનિંદ્રા અને થાકને કારણે તબિયત લથડી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.
VADODARA: શહેરમાં આજે 15 ઓગષ્ટ સ્વતંત્રતા પર્વના ધ્વજવંદન સમારોહમાં 6 પોલીસ જવાનોની તબિયત લથડી હોવાના સ્સંચાર સામે આવી રહ્યાં છે. વડોદરા ખાતે જિલ્લા કક્ષાના ધ્વજવંદન અને પરેડ કાર્યક્રમમાં પરેડ માટે ઉભા રહેલા 6 પોલીસ કર્મચારીઓની તબિયત લથડી છે. આ જવાનોની તબિયત ખરાબ થતા અન્ય કર્મચારીઓ તથા 108 ના સ્ટાફ દ્વારા સ્થળ જ પર જ પ્રાથમિક સારવાર અપાઈ રહી છે. અનિંદ્રા અને થાકને કારણે તબિયત લથડી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.
Published on: Aug 15, 2021 11:11 AM
Latest Videos