યાત્રાધામ પાવાગઢમાં ધોધમાર વરસાદ, મંદિરના પગથિયાં પરથી ધોધ વહેતા થયા

|

Sep 21, 2021 | 1:18 PM

પંચમહાલ જીલ્લાના ગોધરા, કાલોલ, હાલોલ, જાંબુઘોડા, ઘોઘમ્બા માં વરસાદી માહોલ જોવા મળ્યો છે

ગુજરાતના(Gujarat) પવિત્ર યાત્રાધામ પાવાગઢમાં(Pavagadh) ભારે વરસાદના પગલે મંદિરના પગથિયાં પરથી ધોધ વહેતા થયા છે. આ ઉપરાંત પંચમહાલ(Panchmahal)  જીલ્લાના ગોધરા, કાલોલ, હાલોલ, જાંબુઘોડા, ઘોઘમ્બા માં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જ્યારે હાલોલના હવેલી મંદિર શાક માર્કેટમાં વરસાદી પાણી ભરાયા છે.

આ ઉપરાંત પંચમહાલમાં ગોધરામાં પણ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે(IMD)આગાહી વ્યક્ત કરી છે.હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં(Gujarat) આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની(Rain)આગાહી વ્યક્ત કરવામાં આવી છે.જેમાં સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી.

હવામાન વિભાગે વડોદરા, છોટા ઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મહીસાગર અને દાહોદમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક શહેરોમાં મેઘ મહેર જોવા મળી.ક્યાંક હળવો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો.ખેડા જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર થઇ તો દાહોદના ઝાલોદ, સંજોલી વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો : VADODARA : ધારાસભ્ય કેતન ઈનામદાર આજે નહીં કરે ધરણાં , પોલીસે મંજૂરી ન આપી હોવાથી ધરણાંનો કાર્યક્રમ મોકૂફ

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભાના બે દિવસના સત્રને લઇને સીએમ ઓફિસમાં આજે મહત્વની બેઠક, ચાર બિલ પસાર કરવા મુદ્દે થશે ચર્ચા

Next Video