Gujarat Election 2022: પંચમહાલ જિલ્લાની પાંચ બેઠક કબ્જે કરવા સી આર પાટીલે બનાવી રણનીતિ, ગોધરામાં સ્થાનિક હોદ્દેદારો સાથે કરી બેઠક

Gujarat assembly election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો બીજા તબક્કાનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ગુજરાતના ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ પણ બીજા તબક્કામાં પક્ષને વધુમાં વધુ બેઠક મળે તેવા પ્રયાસો કરી રહ્યા છે.

Gujarat Election 2022: પંચમહાલ જિલ્લાની પાંચ બેઠક કબ્જે કરવા સી આર પાટીલે બનાવી રણનીતિ, ગોધરામાં સ્થાનિક હોદ્દેદારો સાથે કરી બેઠક
સી આર પાટીલે ગોધરમાં ભાજપના હોદ્દેદારો સાથે કરી બેઠક
| Edited By: | Updated on: Dec 02, 2022 | 5:24 PM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયુ છે. પાંચ ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો બીજા તબક્કાનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજો બીજા તબક્કાના મત વિસ્તારોમાં પ્રચાર કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે ગુજરાતમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સભાઓ ગજવી છે. તો ગૃહ પ્રધાન અમિત શાહે પણ સભાઓ ગજવી. તો ગુજરાતના ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ પણ બીજા તબક્કામાં પક્ષને વધુમાં વધુ બેઠક મળે તેવા પ્રયાસો કરી રહ્યા છે.

ગુજરાત ઇલેકશન 2022 : પાંચ બેઠકના ઇન્ચાર્જ પદાધિકારીઓ સાથે કરી બેઠક

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આજે પંચમહાલ જિલ્લાના ગોધરાની મુલાકાત લીધી. બીજા તબક્કામાં પંચમહાલ જિલ્લામાં પણ મતદાન થવાનું છે, ત્યારે ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી અંગે પંચમહાલના ગોધરામાં ભાજપની ખાનગી બેઠક યોજાઈ હતી. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના અધ્યક્ષસ્થાને ભાજપના સ્થાનિક હોદ્દેદારોની બેઠક મળી હતી. જિલ્લાની 5 બેઠકોની સ્થિતિ અંગે પાટીલે જાણકારી મેળવી હતી અને ચૂંટણી અંગે ભાજપના સ્થાનિક હોદ્દેદારોને જરૂરી સૂચનો આપ્યા હતા. બેઠકમાં પાંચ બેઠકના ઇન્ચાર્જ પદાધિકારીઓ હાજર રહ્યા હતા. બીજા તબક્કામાં પંચમહાલ જિલ્લામાં મતદાન થશે.

ગુજરાત ઇલેકશન 2022 : વધુમાં વધુ બેઠક કબ્જે કરવાની રણનીતિ

મહત્વનું છે કે ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચુક્યુ છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર સરેરાશ 63.14 ટકા મતદાન નોંધાયુ છે. 19 જિલ્લામાં લાખો નવા મતદારો ઉમેરાયા હોવા છતાં ઓછું મતદાન થયુ છે. ગામડાઓમાં વધારે જ્યારે શહેરોમાં ઓછું મતદાન નોંધાયું છે. ત્યારે હવે બીજા તબક્કામાં વધુ મતદાન થાય અને ભાજપને વધુ વોટ મળે તે માટે ભાજપ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એક તરફ વડાપ્રધાન મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છે. બીજી તરફ સી આર પાટીલ જિલ્લા સ્તરે ભાજપ  હોદ્દેદારો સાથે બેઠક કરીને ભાજપને વધુ મત મળે તે માટે પ્રયાસ કરી રહ્યા છે.