Breaking News : કોર્ટે ગોધરા APMC ના 7 પૂર્વ સભ્યોને દોષિત જાહેર કર્યા, નાણાકીય ઉચાપતની થઈ હતી ફરિયાદ

આગામી માસમાં ગોધરા APMC ની ચૂંટણી છે, ત્યારે ચૂંટણી સમયે જ ઘાસચારા કૌભાંડ મામલે ચુકાદો આવતા રાજકીય માહોલ ગરમાયો છે.

Breaking News : કોર્ટે ગોધરા APMC ના 7 પૂર્વ સભ્યોને દોષિત જાહેર કર્યા, નાણાકીય ઉચાપતની થઈ હતી ફરિયાદ
| Edited By: | Updated on: Mar 29, 2023 | 1:55 PM

Panchmahal : ગોધરા APMC ના પૂર્વ 7 સભ્યોને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. આપને જણાવી દઈએ કે, વર્ષ 2000 માં અછત દરમિયાન 65 લાખના ઘાસની ખરીદીમાં નાણાકીય ઉચાપતની ફરિયાદ થઈ હતી. જેમાં ગોધરા કોર્ટે ઘાસચારા કૌભાંડ મામલે માજી ધારાસભ્ય સહિત એ વખતના સાત સભ્યોને 22.88 લાખ 6 ટકાના વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કર્યો છે.

ઘાસચારા કૌભાંડ મામલે ચુકાદો આવતા રાજકીય માહોલ ગરમાયો

વર્ષ 2000 થી 2003 દરમિયાન માજી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પટેલ હાલના કિસાન મોરચાના પ્રમુખ ખુમાનસિંહ ચૌહાણ તેમજ ઉપેન્દ્રસિંહ રાઉલજી સહિતના સભ્યો દ્વારા 65 લાખના ઘાસચારાની ખરીદી APMCના નાણામાંથી કરી હોવાનું દર્શાવ્યું હતુ.

આ સમગ્ર મામલે તે વખતે ભાજપના કાર્યકરે સરકારમાં તપાસ માટે રજૂઆત કરતા તપાસમાં ઘાસચારાની ઓછી ખરીદી કરી કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું હતું, ત્યારે ગોધરા કોર્ટમાં સમગ્ર મામલે કેસ ચાલી જતા 13 વર્ષ બાદ કોર્ટે તે વખતના સાત ડિરેક્ટરોની વ્યક્તિગત જવાબદારી નક્કી કરીને 1 સભ્યને 3.26 લાખ 6 ટકા ના વ્યાજ સાથે જમા કરાવવાનો હુકમ કર્યો છે.આગામી માસમાં ગોધરા APMC ની ચૂંટણી છે, ત્યારે ચૂંટણી સમયે જ ઘાસચારા કૌભાંડ મામલે ચુકાદો આવતા રાજકીય માહોલ ગરમાયો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 7:13 am, Wed, 29 March 23