Breaking News: પાવાગઢમાં મોટી દુર્ઘટના થતા ટળી, રોપ-વેનો કેબલ ટ્રેક પરથી ઉતરી જતા 40 મિનિટ સુધી ઉંચાઈ પર ઝુલતા રહ્યા લોકો

|

Aug 25, 2023 | 10:10 PM

Panchmahal: પંચમહાલના પાવાગઢમાં મોટી દુર્ઘટના થતા ટળી છે. રોપ-વે નો કેબલ ટ્રેક પરથઈ ઉતરી ગયો હોવાની પ્રાથમિક જાણકારી મળી હતી, જેમા ઉડન ખટોલામાં બેસેલા સહુ લોકોના જીવ પડીકે બંધાયા હતા. રોપ-વેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપનીની ગંભીર બેદરકારીના કારણે આ ઘટના બની હોવાની ચર્ચા છે.

Panchmahal: પંચમહાલના પાવાગઢમાં રોપ-વેમાં મોટી દુર્ઘટના થતા ટળી છે. પાવાગઢમાં રોપ-વે કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે. રોપ-વેનો ટ્રેક કેબલ પરથી નીચે ઉતરી ગયો હોવાથી ઉડન ખટોલામાં બેસેલા લોકોના જીવ પડીકે બંધાયા હતા. રોપ-વેમાં ખામી સર્જાતા કેબલ ટ્રેક પરથી ઉતરી ગયો હોવાની પ્રાથમિક જાણકારી સામે આવી છે. ઘણી ગંભીર કહી શકાય તેવી આ ઘટના રોપ-વે સંચાલન કરતી ઉષા બ્રેકો કંપનીની ગંભીર બેદરકારીને લીધે ઘટી હોવાની ચર્ચા છે. ઉપર અડધા કલાકથી વધુ સમય સુધી લોકો ઉંચાઈ પર ઝુલતા રહ્યા હતા.

ઉષા બ્રેકો કંપનીની ગંભીર બેદરકારી આવી સામે

કંપની દ્વારા હજુ થોડા દિવસ પહેલા જ મેન્ટેનન્સના નામ પર ઉડન ખટોલા 5 દિવસ સુધી બંધ કરાયો હતો. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જો રોપ-વેનું મેઈન્ટેનન્સ કરાયુ હતુ તો આ કેવા પ્રકારનું મેઈન્ટેનન્સ હતુ કે આખેઆખો રોપ-વેનો કેબલ ટ્રેક પરથી નીચે ઉતરી જાય. શું મેઈન્ટેનન્સ સમયે આ રોપ-વેના ટ્રેકના નટ બોલ્ટ લૂઝ પડ્યા હોવાનું કંઈપણ વિગતો ધ્યાનમાં ન આવી ? જો મેઈન્ટેનન્સ થયુ હતુ તો રોપ-વેના કેબલ સાથે જોડતા નટબોલ્ટ લૂઝ થયા છે એ બાબત ધ્યાનમાં કેમ ન આવી ?

કંપનીએ પોતાની બેદરકારી છુપાવવા ગેટ પર માર્યુ તાળુ

મોટી દુર્ઘટના થતા ટળી છે. રોપ-વે નો કેબલ ટ્રેક પરથઈ ઉતરી ગયો હોવાની પ્રાથમિક જાણકારી મળી હતી, જેમા ઉડન ખટોલામાં બેસેલા સહુ લોકોના જીવ પડીકે બંધાયા હતા. રોપ-વેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપનીની ગંભીર બેદરકારીના કારણે આ ઘટના બની હોવાની ચર્ચા છે. જો કે આટલી ગંભીર બેદરકારી સામે આવી છતા કંપની દ્વારા લીપોપોતી કરવામાં આવી રહી છે અને બેદરકારી પર છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મીડિયાથી ઘટનાને છુપાવવા ઉષા બ્રેકોના કર્મચારીઓએ કંપનીના ગેટ પર તાળુ મારી દીધુ હતુ. કંપની દ્વારા પોતાની બેદરકારી છુપાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

વહીવટી તંત્રના અધિકારીઓ ફરક્યુ સુદ્ધા નહીં

અતિ ગંભીર ઘટના હોવા છતા વહીવટીતંત્રના કોઈ અધિકારી અહીં ફરક્યા સુદ્ધા નથી. રોપ-વેમાં બેસેલા લોકોએ પોતાની આંખોદેખી આપવીતી વર્ણવતા જણાવ્યુ કે 40 મિનિટ સુધી તેઓ મોત સામે ઉંચાઈ પર ઝુલતા રહ્યા હતા. બાળકો સાથે રોપ-વેમાં ઝુલતા લોકોએ કહ્યુ કે અધવચ્ચેથી કોઈનો સંપર્ક કરવા માટેની પણ કોઈ વ્યવસ્થા નથી.લોકોએ ઉષા બ્રેકો કંપની સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

આ પણ વાંચો: Ahmedabad: વિશ્વ ઉમિયાધામની શિવ મહાપુરાણ કથામાં શિવપાર્વતી વિવાહમાં દાનની વહી સરવાણી, 5 કરોડ 61 લાખના દાનની જાહેરાત

હાલ આ ઘટનાને લઈને કંપની સામે મેઈન્ટેનન્સને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે. હજુ લોકો મોરબી જૂલતા પૂલ દુર્ઘટનાને ભૂલ્યા નથી. એક સાથે 40થી વધુ લોકોના જીવ તેમા ગયા હતા ત્યારે આ પ્રકારની કંપનીની ઘોર બેદરકારી નિર્દોષ લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ત્યારે જોવુ રહ્યુ કે કંપની સામે કોઈ દંડનીય પગલા લેવાય છે કેમ ?

Input Credit- Nikunj Patel- Panchmahal

પંચમહાલ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

 

Published On - 9:33 pm, Fri, 25 August 23

Next Article