
Pachmahal : ગુજરાતના (Gujarat) પંચમહાલ જિલ્લાના કાલોલમાં એચડીએફસી બેંક (HDFC Bank) દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની(E Auction) જાહેરાત આપવામાં આવી છે. કાલોલમાં આવેલી સ્થાવર મિલકત એટલે કે રણેણાંક મકાનના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે. આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 72 ચોરસ મીટર છે.
તેની રિઝર્વ કિંમત 16,00,000 રુપિયા રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 1,60,000 રુપિયા રાખવામાં આવી છે.બીડ વૃદ્ધિની રકમ 10,000 રુપિયા છે. અર્નેસ્ટ મની ડિપોઝીટ સબમીશનની તારીખ 25 ઓક્ટોબર બુધવારે બપોરે 12 કલાકની છે. તો ઇ-હરાજીની તારીખ 27 ઓકટોબર 2023, શુક્રવારે સવારે 11.00 વાગ્યાથી બપોરે 12.30 કલાક સુધીની રાખવામાં આવી છે.
Published On - 9:20 am, Sat, 21 October 23