નેવી જાસૂસીકાંડના તાર ગુજરાત પહોંચ્યા, આંધ્રપ્રદેશ કાઉન્ટર ઈન્ટેલિજન્સની સ્કવૉડે ગોધરામાં તપાસ શરૂ કરી

|

Oct 25, 2021 | 9:56 PM

જાસૂસીકાંડ મામલે આંધ્રની ટીમે ગોધરામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.આંધ્રની ટીમે ગોધરાના પશ્ચિમ વિસ્તારોમાં સર્ચ કરી 5થી વધારે શંકાસ્પદ શખ્સોની અટકાયત કરી છે.

ભારતીય નેવીને(India Navy)  લગતી ગુપ્ત માહિતીઓ પાકિસ્તાન(Pakistan) પહોંચાડવા અંગેના જાસૂસીકાંડની તપાસ માટે હવે આંધ્રપ્રદેશની ટીમ  ગોધરા(Godhra) આવી છે. આ ગુપ્ત માહિતીઓ પાકિસ્તાનને પહોંચાડવા મામલે આંધ્રપ્રદેશમાં એક ફરિયાદ નોંધાઈ હતી જેની તપાસ માટે આંધ્રપ્રદેશ કાઉન્ટર ઈન્ટેલિજન્સની સ્કવૉડ ગોધરા આવી છે.

જાસૂસીકાંડ મામલે આંધ્રની ટીમે ગોધરામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.આંધ્રની ટીમે ગોધરાના પશ્ચિમ વિસ્તારોમાં સર્ચ કરી 5થી વધારે શંકાસ્પદ શખ્સોની અટકાયત કરી છે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈ.એસ.આઈ. દ્વારા નેવીના ઓફિસરને પૈસા આપી ગુપ્ત માહિતી મેળવવાના તાર ગુજરાતના ગોધરા સુધી પહોંચ્યા છે. જેમાં વિશાખાપટ્ટમમાં કામ કરતા ભારતીય નૌકાદળના 11 અધિકારી પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈ.એસ.આઈ . સાથે સંકળાયેલા હોવાનું બહાર આવતા જ કેન્દ્ર સરકારે આ સમગ્ર મામલાની તપાસ એન.આઈ.એ.ને સોંપી હતી .

વર્ષ 2019માં પકડાયેલા આ જાસૂસી કાંડમાં એન.આઈ.એ . એ તપાસ કરતા વિશાખાપટ્ટમમાં કામ કરતા 11 નેવીના ઓફિસરોની ધરપકડ કરી હતી. આ ઓફિસરો સોશિયલ મીડિયાથી પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈ.એસ.આઈ. ના સંપર્કમાં  આવ્યા હતા. તેમજ સમગ્ર પ્રકરણની તલસ્પર્શી તપાસ હાલ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : સુરેન્દ્રનગરના લખતરમાં પાણીની અછત, ખેડૂતોની નર્મદા કેનાલમાં પાણી છોડવાની માંગ

આ પણ વાંચો :  બનાસ નદીના પટમાંથી ગેરકાયદે રેતીનું ખનન કરતી પાંચ ટ્રક ઝડપાઇ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

Next Video