Panchmahal: હાલોલ બસ સ્ટેન્ડના ડેપો મેનેજર લાંચ લેતા રંગેહાથે ઝડપાયા, ડ્રાઈવર પાસે માંગી હતી આટલી લાંચ

|

Sep 22, 2021 | 8:37 PM

પંચમહાલમાં આવેલા હાલોલ (Halol) બસ મથકના ડેપો મેનેજર લાંચ લેતા ઝડપાયા છે. આ ડેપો મેનેજર હેમંત પટેલને 10 હજાર રૂપિયાની લાંચ લેતા પકડવામાં આવ્યા છે.

પંચમહાલથી લાંચ (Surat) લેતા એક ડેપો મેનેજર (Depo Manager) ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે. પંચમહાલમાં આવેલા હાલોલ (Halol) બસ મથકના ડેપો મેનેજર લાંચ લેતા ઝડપાયા છે. આ ડેપો મેનેજરનું નામ છે હેમંત પટેલ. ડેપો મેનેજર હેમંત પટેલ 10 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. રોટેશન રૂટને ફિક્સ કરવા માટે ડ્રાઇવર પાસે લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે. મળેલી માહીરી પ્રમાણે રોટેશન રૂટને ફિક્સ કરવા માટે ડ્રાઇવર પાસે 10 હજારની લાંચ માગી હતી. ગોધરા ACB ની ટીમે છટકું ગોઠવી ડેપો મેનેજરને લાંચ લેતા ઝડપી પાડ્યા છે. ડેપો મેનેજર રંગેહાથ આજે લાંચ લેતા ઝડપાયા.

તો આવા જ એક સમાચાર આજે સુરતથી પણ આવ્યા હતા. જેમાં મજુરાના તલાટીની ઘરપકડ કરવામાં આવી હતી. ઘટનામાં મજુરાના તલાટીને અને મળતીયો લાંચ લેતા ઝડપવામાં આવ્યો હતો. લાંચ લેતા રંગેહાથ ઝડપાયેલા આ તલાટીનું નામ છે સાગર ભેંસણીયા. સાથે જ આમાં મળતીયા હિરેન પટેલની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. તમને જણાવી દઈએ કે આ તલાટીએ પેઢીનામું કરવા પેટે રૂપિયા 30 હજારની લાંચની માંગણી કરી હતી. રંગે હાથ પકડાતા આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લાંચ લેવાની ફરિયાદ એક મહિલા અરજદારે કરી હતી. બાદમાં હવે હાલોલના મેનેજરની પણ એવી જ ઘટના સામે આવી છે અને તેમને પણ રંગેહાથ ઝડપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: રાજ્યના 18 તાલુકાઓમાં 1 ઇંચથી પોણા 5 ઇંચ સુધી વરસાદ , જાણો ક્યા કેટલો વરસાદ પડ્યો

આ પણ વાંચો: Rajkot: મનપાની બેદરકારી, લોકાર્પણના વાંકે કરોડોની કિંમતની 24 ઈલેક્ટ્રિક બસ ડેપોમાં ખાઈ રહી છે ધૂળ

Next Video