રાજ્યના 18 તાલુકાઓમાં 1 ઇંચથી પોણા 5 ઇંચ સુધી વરસાદ , જાણો ક્યા કેટલો વરસાદ પડ્યો

Rain in Gujarat : છેલ્લા 12 કલાકમાં કપરાડામાં પોણા 5 ઇંચ વરસાદ વરસ્યો છે. તો ધરમપુર અને મહેસાણામાં સવા 2 ઇંચ વરસાદ ખાબક્યો.

સૌથી વધુ વલસાડના કપરાડામાં પોણા 5 ઇંચ વરસાદ પડ્યો

GANDHINAGAR : રાજ્યમાં હાલ ચોમાસું સક્રિય છે અને બીજા રાઉન્ડમાં મેઘરાજા ધુંવાધાર બેટિંગ કરી રહ્યાં છે. આજે 22 સપ્ટેમ્બરે રાજ્યના 18 તાલુકાઓમાં 1 ઇંચથી પોણા 5 ઇંચ સુધી વરસાદ પડ્યો છે. રાજ્યમાં આજે પડેલા વરસાદની વાત કરીએ તો સૌથી વધુ વલસાડના કપરાડામાં પોણા 5 ઇંચ વરસાદ પડ્યો છે. છેલ્લા 12 કલાકમાં કપરાડામાં પોણા 5 ઇંચ વરસાદ વરસ્યો છે. તો ધરમપુર અને મહેસાણામાં સવા 2 ઇંચ વરસાદ ખાબક્યો. આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે છેલ્લા બે કલાકમાં મહેસાણામાં 1 ઇંચ વરસાદ પડી ચુક્યો છે.

રાજ્યમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક શહેરોમાં વરસાદ વરસ્યો.દાહોદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.તો અંબાજીમાં વરસાદને પગલે માર્ગો પર પાણી ભરાયા.સાબરકાંઠા પંથકમાં પણ મેઘાએ જમાવટ બોલાવી.વડોદરાના ડભોઇ પંથકમાં પણ મેઘાએ ધમાકેદાર બેટિંગ કરી.જ્યારે મહીસાગર જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો, જ્યારે સુરતમાં મેઘાએ જમાવટ કરી.

તો રાજ્યના કેટલાક ડેમોની જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો.તાપીના ઉકાઇડેમનું જળસ્તર વધ્યું છે. હાલ ડેમની સપાટી 341.39 ફૂટે પહોંચી છે, તો દાહોદના લીમખેડાનો ઉમરિયા ડેમ ઓવરફ્લો થયો છે. દાંતીવાડા ડેમમાં 2 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.જ્યારે વલસાડનો મધુબન ડેમ ભયજનક સપાટી પહોંચ્યો છે…ડેમમાં 1.90 લાખ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે અને 10 દરવાજા 2 મીટર ખોલવામાં આવ્યાં, જેના પગલે દમણગંગા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે.

આ પણ વાંચો :  અતિવૃષ્ટિથી થયેલા નુકસાન સામે રાજ્ય સરકાર દ્વારા રાહત આપવાના મોટા નિર્ણય લેવામાં આવ્યા, જાણો કોને કેટલી સહાય મળશે

Click on your DTH Provider to Add TV9 Gujarati