Rajkot: મનપાની બેદરકારી, લોકાર્પણના વાંકે કરોડોની કિંમતની 24 ઈલેક્ટ્રિક બસ ડેપોમાં ખાઈ રહી છે ધૂળ

Rajkot: મનપાની વધુ એક બેદરકારી સામે આવી છે. જેમાં કરોડોની કિંમતે ઇલેક્ટ્રિક બસો ખરીદવામાં આવી હતી. પરંતુ લોકાર્પણના વાંકે અત્યારે આ બસો ધૂળ ખાઈ રહી છે.

રાજકોટ શહેરમાં મનપાની વધુ એક બેદરકારી સામે આવી છે. શહેરમાં પ્રદૂષણ દૂર કરવા મનપાએ ઇલેક્ટ્રિક બસો હોંશેહોંશે ખરીદી હતી. પરંતુ આ બસો હવે ડેપોમાં ધૂળ ખાઈ રહી છે. જેનું કારણ એ છે કે બસો ખરીદી બાદ હવે લોકાર્પણના વાંકે 24 બસ ડેપોમાં પડી રહી છે. આ દ્રશ્યો એ વાત ની સાબિતી આપે છે કે પ્રજાની સુવિધા કરતા લોકાર્પણ તંત્ર માટે કેટલું મહત્વ રાખે છે.

તમને જણાવી દઈએ કે આ બસનો ભાવ પણ ખુબ છે. માહિતી પ્રમાણે 1 કરોડ 20 લાખ રૂપિયાની એક બસ એવી મનપાએ 24 ઇલેકટ્રિક બસ ખરીદી છે. ત્યારે અંદાજિત 26 કરોડની બસો ડેપોમાં અત્યારે ધુળ ખાઈ રહી છે અને પ્રજા સુધી હજી પહોંચી નથી. એવામાં બસ રાજકોટના માર્ગો પર ક્યારે ફરશે તેને લઈ લોકો રાહ જોઈ રહ્યા છે.

તમને એ પણ જણાવી દઈએ કે બે મહીનાથી ચાર્જિંગ સ્ટેશન વગર આ બસ લાવી દેવામાં આવી હતી. હાલમાં બસોના ચાર્જિંગ માટેનું પાવર સ્ટેશન નિર્માણ કાર્ય શરૂ કરવામા આવ્યું છે. સમગ્ર મામલે મેયર પ્રદિપ દવેએ કહ્યું હતું કે આગામી આઠ-દસ દિવસોમાં ઈલેક્ટ્રિક બસો શરૂ થઈ જશે. ધુમાળાનું પ્રદુષણ ઘટાડી શકાય એ અર્થે ખરીદેલી બસ અત્યારે તો ધૂળનું પ્રદુષણ ભોગવી રહી હોય એવું લાગી રહ્યું છે.

 

આ પણ વાંચો: Valsad: મધુબન ડેમ ભયજનક સપાટી પર, દમણગંગા નદીમાં પૂર જેવી પરિસ્થિતિના બિહામણા દ્રશ્યો

Click on your DTH Provider to Add TV9 Gujarati