Panchmahal : ગોધરાના કલ્યાણા ગામના ભ્રષ્ટ સરપંચને સસ્પેન્ડ કરાયા

|

Oct 04, 2021 | 6:21 PM

ગોધરા તાલુકાના કલ્યાણા ગામના સરપંચ વિક્રમસિંહ ચૌહાણને સસ્પેન્ડ કરાયા છે, જીહા. ગ્રામપંચાયતમાં વિકાસના કામો માટે આવતી વિવિધ ગ્રાન્ટોમાં ગેરરીતિઓ આચારી હોવાનું ખુલતા ભ્રષ્ટ સરપંચને સસ્પેન્ડ કરાયા છે.

ગોધરા તાલુકાના કલ્યાણા ગામના સરપંચ વિક્રમસિંહ ચૌહાણને સસ્પેન્ડ કરાયા છે, જીહા. ગ્રામપંચાયતમાં વિકાસના કામો માટે આવતી વિવિધ ગ્રાન્ટોમાં ગેરરીતિઓ આચારી હોવાનું ખુલતા ભ્રષ્ટ સરપંચને સસ્પેન્ડ કરાયા છે. સ્થાનિક ગ્રામજનોએ ગામમાં વિવિધ વિકાસના કામોમાં સરપંચ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની રજૂઆત કરી હતી. રજૂઆતના પગલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા લાંબી તપાસના કરી હતી. અને તપાસ દરમિયાન ગામમાં વિકાસના કામો માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટના કામો માત્ર કાગળ પર જ પૂર્ણ કર્યા હોવાનું બતાવી નાણાંની ઉચાપત કર્યા હોવાનું સામે આવ્યું હતુ. જે બદલ સરપંચને સસ્પેન્ડ આખરે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ભ્રષ્ટાચારી સરપંચે ગ્રામપંચાયતમાં વિકાસના કામો માટે આવતી વિવિધ ગ્રાન્ટોમાં ગેરરીતિઓ આચારી ઉચાપત કર્યાનું સામે આવ્યું હતું. સ્થાનિક ગ્રામજનોએ ગામમાં વિવિધ વિકાસના કામોમાં સરપંચ દ્વારા ભ્રષ્ટાચાર આચર્યો હતો. જેને પગલે અનેક રજૂઆત કરવામાં આવી હતી. અને, જેને પગલે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નોંધનીય છેકે સરપંચ દ્વારા ગેરરીતિના કેસો સતત વધી રહ્યાં છે. ત્યારે ભ્રષ્ટાચારી સરપંચને સસ્પેન્ડ કરવામાં આવતા અનેક ભ્રષ્ટાચારી સરપંચો સામે દાખલો બેસાડવામાં આવ્યો છે.

આ પણ વાંચો : નવરાત્રિના શોખીનો ચેતી જજો, તબીબોએ કોરોનાની ત્રીજી લહેરને લઇને આપી ચેતવણી

આ પણ વાંચો : ત્રીજી લહેરના એંધાણ, આ જિલ્લાના 61 ગામોમાં કોરોના સંક્રમણ વધતા ફરીથી લોકડાઉન લાદવામાં આવ્યુ

Published On - 6:17 pm, Mon, 4 October 21

Next Video