ત્રીજી લહેરના એંધાણ, આ જિલ્લાના 61 ગામોમાં કોરોના સંક્રમણ વધતા ફરીથી લોકડાઉન લાદવામાં આવ્યુ

અહમદનગરના 61 ગામમાં ફરી એક વખત લોકડાઉન લાદવામાં આવ્યુ છે. આ લોકડાઉન 4 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર સુધી લાગુ રહેશે. આવશ્યક સેવાઓ માટેની દુકાનો સિવાય તમામ દુકાનો બંધ રહેશે.

ત્રીજી લહેરના એંધાણ, આ જિલ્લાના 61 ગામોમાં કોરોના સંક્રમણ વધતા ફરીથી લોકડાઉન લાદવામાં આવ્યુ
File Photo

Maharashtra Lockdown: મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના 61 ગામમાં ફરી એક વખત લોકડાઉન લાદવામાં આવ્યું છે. અચાનક આ 61 ગામોમાં 10થી વધુ કોરોના કેસ સામે આવતા તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

આ ગામમાં ફરી એકવાર 10 દિવસ માટે લોકડાઉન લાદવામાં આવ્યું છે. જેમાં અહેમદનગર જિલ્લાના (Ahmednagar District) સંગમનેર તાલુકાના 24 ગામોમાં મહત્તમ કેસ મળી આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ ડો.રાજેન્દ્ર ભોસલેના આદેશથી અહેમદનગર જિલ્લાના આ 61 ગામોમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે.

 

કોરોના સંક્રમણ વધતા લોકડાઉનનો નિર્ણય

ઉલ્લેખનીય છે કે, અહેમદનગર જિલ્લામાં દરરોજ 500થી 800 નવા કેસ નોંધાઈ રહ્યા છે. કોરોના (Covid 19) પોઝિટિવ રેટ 5 ટકાથી વધુ છે. જે ગામોમાં 20થી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે,તેને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવું, ગામડા સંપૂર્ણપણે બંધ કરવા, કોરોનાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું અને આવા ગામોમાં 100 ટકા રસીકરણ કરવું જરૂરી છે.

 

આ સંદર્ભે સંબંધિત ગામોને કોરોના પ્રભાવિત ભાગોમાં પ્રતિબંધો અને નિયમોનું પાલન (Covid Guidelines) કરવાના આદેશો પણ આપવામાં આવ્યા છે. પરંતુ તે પ્રતિબંધોનું પાલન કરવામાં ન થયુ. જેને કારણે અહમદનગર જિલ્લાના 61 ગામોમાં કોરોના સંક્રમણ વધ્યુ.

 

આવશ્યક સેવાઓ સિવાય તમામ દુકાનો બંધ રહેશે

અહમદનગરના 61 ગામોમાં ફરી એકવાર લાદવામાં આવેલુ લોકડાઉન 4 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. જેમાં ગ્રામ્ય વિસ્તારના (Village Area) જે ભાગોમાં દર્દીઓની સંખ્યા વધારે છે તેને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવશે.

 

આ ગામોમાં બહારથી આવતા લોકો પર પ્રતિબંધ રહેશે. ગામની બહાર પણ જવા દેવામાં આવશે નહીં. આવશ્યક સેવાઓ માટેની દુકાનો સિવાય તમામ દુકાનો બંધ રહેશે. એક જગ્યાએ પાંચથી વધુ લોકો ભેગા થઈ શકશે નહીં. તેમજ કૃષિ સામાનના પુરવઠા સાથે જોડાયેલા વાહનો સિવાય બાકીના વાહનોને ગામોમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

 

રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણમાં

અહમદનગર સિવાય બાકીના રાજ્યમાં કોરોના કેસો નિયંત્રણમાં છે. 2 ઓક્ટોબરના રોજ રાજ્યમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 35,955 જેટલી હતી. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો (Corona Case) નિયંત્રણમાં છે, પરંતુ સાવચેતીના ભાગ રૂપે લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

 

આ પણ વાંચો : મોટો ખુલાસો ! આર્યન ખાન છેલ્લા 4 વર્ષથી ડ્રગ્સ લઈ રહ્યો છે, શાહરુખ-ગૌરીને પણ ડ્રગ્સ અંગેની હતી જાણ

 

આ પણ વાંચો :  ‘સ્કુલ ચલે હમ’ ! રાજ્યમાં આજથી ફરી શાળાઓ તો ખુલી, પણ શાળાઓએ આ એક્શન પ્લાનનો કરવો પડશે અમલ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati