PANCHAMAHAL: ઝાલોદ, લીમખેડાના 14 ગામોએ આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી

PANCHAMAHAL: ઝાલોદ, લીમખેડાના 14 ગામોએ આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી

| Edited By: | Updated on: Jan 29, 2021 | 10:12 PM

પંચમહાલ (PANCHAMAHAL) જિલ્લાના ઝાલોદ અને લીમખેડા તાલુકા 14 જેટલા ગામોએ દિલ્લી-મુંબઈ ઓદ્યોગિક નેશનલ કોરિડોર અંગે વિરોધ દર્શાવ્યો છે.

પંચમહાલ (PANCHAMAHAL) જિલ્લાના ઝાલોદ અને લીમખેડા તાલુકા 14 જેટલા ગામોએ દિલ્લી-મુંબઈ ઓદ્યોગિક નેશનલ કોરિડોર અંગે વિરોધ દર્શાવ્યો છે. દિલ્લીથી મુંબઈ વચ્ચે જે ઓદ્યોગિક નેશનલ કોરિડોરનું નિર્માણ થવાનું છે તેનો રસ્તો ઝાલોદ અને લીમખેડા તાલુકામાંથી પસાર થવાનો છે. ઝાલોદ અને લીમખેડાના 14 જેટલા ગામોની ખેતી અને રહેણાંક જમીન આ કોરિડોરની વચ્ચે આવે છે, જેને લઈને આ ગામોના ખેડૂતો છેલ્લા 2 વર્ષથી વિરોધ દર્શાવી રહ્યા છે. જોકે હજુ સુધી તેનો ઉકેલ આવ્યો નથી.

 

શું છે સમગ્ર મામલો?

ઝાલોદ અને લીમખેડાના ખેડૂતોની માંગણી છે કે લીમખેડા તાલુકાના હાથીયા વનથી ઝાલોદ તાલુકાના ચાટકા સુધી જે ખેડૂતોના સર્વે નંબરમાંથી આ કોરીડોર પસાર થઈ રહ્યો છે, તેને હટાવી સરકારી જંગલની જમીન અથવા સરકારી પડતર જમીનમાંથી કાઢવામાં આવે. જો આ કોરીડોર જમીન માલિકોના સર્વે નંબરમાંથી કાઢવામાં આવશે તો તેમની જમીન જતી રહેશે, પોતાના અનુસુચિત જનજાતિના પુરાવા નષ્ટ થશે અને સાથે જ ગુજરાન ચલાવવું મુશ્કેલ બનશે.

 

 

 

14 ગામોની ચૂંટણી બહિષ્કારની ચીમકી

થોડા દિવસ અગાઉ ફરી ઔદ્યોગિક કોરિડોર રોડ ઓથોરિટી દ્વારા નવું જાહેરનામું બહાર પાડવામાં આવતા ઝાલોદ અને લીમખેડા તાલુકાના 14 ગામના ખેડૂતો રોષે ભરાયા છે. આ 14 ગામના ખેડૂતોએ પંચમહાલના કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આ પ્રોજેક્ટનો વિરોધ દર્શાવ્યો છે, સાથે જ ચીમકી ઉચ્ચારી છે કે તેમની માગણી પૂર્ણ નહીં થાય તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરશે.

 

આ પણ વાંચો: DELHI: ઈઝરાયેલ દુતાવાસ પાસે ધડાકા બાદ ઝાડીઓમાંથી મળ્યો IED, પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી

Follow Us
Loading...
Unable to load recommendations.