શહેરમાં બેકાબૂ બનેલા કોરોનાને નાથવા માટે નવી રણનીતિ ઘડવામાં આવી છે. વિજય નેહરાની જગ્યાએ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી સંભાળી રહેલા મુકેશ કુમારે આવતીકાલથી અમદાવાદમાં માત્ર દૂધ અને દવાની દુકાનો જ ખુલી રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે રેડ ઝોનમાં તમામ બેન્ક બંધ રહેશે. તેમજ તમામ ઝોનમાં આવેલા સુપર સ્પ્રેડરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. દરરોજ દરેક ઝોનમાં 500 સુપર સ્પ્રેડરોનો ટેસ્ટ કરવામાં આવશે. જ્યારે સ્લમ વિસ્તારમાં કોવિડ કેર કીટ જેમાં 4 સાબુ, 4 વોશેબલ માસ્ક આયુર્વેદિક- હોમીઓપેથીક દવાઓ NGOની મદદથી વહેંચાશે.
આ પણ વાંચો: અમદાવાદ સિવિલ કેન્સર હોસ્પિટલમાં કોરોનાની એન્ટ્રી, 31 જેટલા કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટીવ
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો