2022ની ચૂંટણીમાં લાયક ઉમેદવારને જ ટિકિટ મળશે: સી.આર.પાટીલ

|

Oct 09, 2021 | 5:12 PM

આ સાથે જ પાટીલે પોતાના ભાષણમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓને લઈને અનેક સંકેતો આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે હવે સચિવાલયમાં કોઈ રોકશે નહીં કે તમારી સાથે કોઈ ઉદ્ધતાઈ પણ નહીં થાય.

રાજ્યની આગામી વિધાનસભા ચૂંટણી લઇને સી.આર.પાટીલે ભાજપના ટિકિટવાચ્છુઓને સીધો સંદેશ આપી દીધો છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં લાયક ઉમેદવારને જ ટિકિટ મળશે અને ટિકિટ ફાળવણીમાં કોઇ લાગવગશાહી નહીં ચાલે, તેવું પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કાર્યકરો અને નેતાઓને રોકડું પરખાવી દીધું છે. ગીર સોમનાથની મુલાકાત વેળા સી.આર.પાટીલે કહ્યું કે, ‘મતદારોમાં જે લોકપ્રિય હશે તેને જ ટિકિટ મળશે, તે કોઇ પણ કાર્યકર્તા હોય શકે છે.’

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે સોમનાથમાં ભાજપ કાર્યાલયનું ખાતમુહુર્ત કર્યું હતું. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થમાં ભાજપ દ્વારા દેશનું સૌથી ભવ્ય કમળ આકારનું કાર્યાલય બનવા જઇ રહ્યું છે. જેમાં 400 અને 150 લોકોની ક્ષમતા ધરાવતા 2 હોલ પણ હશે. ત્યારે સી.આર.પાટીલે પહેલી ઈંટ મૂકીને કાર્યાલયનું ખાતમુહૂર્ત કર્યું હતું. તો સાથેજ આગામી વિધાનસભાની ચૂંટણીઓને લઈને સક્રિય થવા તેઓએ કાર્યકર્તાઓને જણાવ્યું હતું.

આ સાથેજ પાટીલે પોતાના ભાષણમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓને લઈને અનેક સંકેતો આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે હવે સચિવાલયમાં કોઈ રોકશે નહીં કે તમારી સાથે કોઈ ઉદ્ધતાઈ પણ નહીં થાય. તેમજ આગામી વિધાનસભા ચુંટણી માટે કામે લાગી જવા ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું.

મુખ્યમંત્રી અને આખી સરકાર બદલાવ્યાં બાદ હવે નાના કાર્યકર્તાને પણ ટીકીટ મળવા ના ઉજળી તક હોય ધારાસભ્યની ટીકીટ માટે કોઈ લાગવગ નહીં ચાલે પાર્ટી કાર્યકર્તાઓનો જેને સપોર્ટ હશે તેને જ ટીકીટ મળશે તેવું પાટીલે જણાવ્યું હતું.

Next Video