Breaking News : અમદાવાદના સરદારનગરમાં સુરતની ગ્રીષ્મા જેવો બનાવ, એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પરિણીતાના ગળા ઉપર છરીના ઘા ઝીંક્યા

|

May 18, 2023 | 12:05 PM

યુવતીના લગ્ન થઈ ચૂક્યા હતા. જો કે પરિણીતા પતિથી અલગ પિયરમાં રેહતી હતી. જે દરમિયાન તેની એક યુવક સાથે મિત્રતા થઈ હતી. યુવક પરિણીતા સાથે લગ્ન કરવા માગતો હતો.

એક તરફી પ્રેમમાં પાગલ લોકો ક્યારેક એવું પગલું ભરી દેતા હોય છે કે, જીવનભર માટે પસ્તાવાનો વારો આવે છે. આ પ્રકારના અનેક બનાવો સામે આવ્યા હોવા છતાં કેટલાક લોકો હજી પણ જાણે કે સુધારવાનું નામ ન લઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આવો વધુ એક કિસ્સો ગુજરાતમાં સામે આવ્યો છે. અમદાવાદના (Ahmedabad) સરદારનગરમાં સુરતની ગ્રીષ્મા જેવો બનાવ સામે આવ્યો છે. એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પરિણીતાના ગળા ઉપર છરી ઝીંક્યા છે.

આ પણ વાંચો-Breaking News : ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની કામગીરી અંતિમ તબક્કામાં, આ તારીખે જાહેર થશે પરિણામ

એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પરણિતાના ગળા પર છરીના ઘા ઝીંકી હુમલો કર્યો હતો. આ હુમલામાં પરણિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હાલમાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા યુવતી તેના પતિથી થોડા સમયથી અલગ પોતાના પિયરમાં રહેતી હોવાનું જાણવા મળ્યુ હતુ. જે દરમિયાન તેની આ યુવક સાથે ઓળખાણ થઇ હતી. યુવક પરણિતાના એક તરફી પ્રેમમાં હતો.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

ઘટના કઇક એવી છે કે યુવક પરણિતાને પામવા માગતો હતો અને તેની સાથે લગ્ન કરવા માગતો હતો. જો કે યુવતીના લગ્ન થઇ ગયા હતા. જેથી યુવતીને પામવા માટે એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પરણિતાના ગળા પર છરીના ઘા ઝીંક્યા હતા.સરદારનગર પોલીસે સમગ્ર ઘટના મામલે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

બીજી તરફ પ્રેમિકાએ સંબંધ રાખવાની ના પાડતા પ્રેમી તેના બાળકનું અપહરણ કરીને ફરાર થઇ ગયો હોવાની પણ એક ઘટના બની છે.   અમદાવાદના નિકોલમાં રહેતી પરિણીતા પોતાના બે સંતાનો સાથે સિંગરવા ખાતે લગ્ન પ્રસંગમાં ગઇ હતી. જ્યાં તેનો પૂર્વ પ્રેમી અને પડોશમાં રહેતો પ્રકાશ દંતાણી નામનો શખ્સ મળ્યા હતા. આરોપીએ પરિણીતા અને તેના સંતાનોને બાઇક પર બેસાડી શહેરના અલગ અલગ વિસ્તારમાં ફેરવ્યા હતા. બાદમાં બાપુનગર ખાતે પરિણીતા અને તેની પુત્રીને ઉતારી મારઝૂડ કરી તેના 13 મહિનાના પુત્રને લઇને આરોપી નાસી ગયો હતો.  પોલીસે બાળક સાથે અપહરણકાર પ્રકાશને રામોલમાંથી ઝડપી લીધો હતો.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 11:01 am, Thu, 18 May 23

Next Article