Gujarati NewsGujaratOn occasion of PM Narendra Modis birthday, government employees organized Namo Ke Naam blood donation camp
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સરકારી કર્મચારીઓએ નમો કે નામ રક્તદાનનું કર્યુ આયોજન, 1.28 લાખ લોકો કરશે રક્તદાન
ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આવતીકાલ 17મી સપ્ટેમ્બરના રોજ 75મો જન્મદિવસ છે. નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સરકારી કર્મચારીઓએ ગુજરાતમાં 378 સ્થળે રક્તદાન કેમ્પનું આયોજન કર્યુ છે. જેમાં 1 લાખ 28 લોકોએ રક્તદાન કરવા પોતાના નામ નોંધાવ્યા છે.
રાજ્યમાં 1.28 લાખથી વધુ કર્મચારીઓએ નમો કે નામ રક્તદાન ડ્રાઇવ અંતર્ગત બ્લડ ડોનેશન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ તમામ રજીસ્ટ્રેશન વખતે તેમના નજીકના બ્લડ ડોનેશન સેન્ટરને સીલેક્ટ કરીને કર્મચારીઓ બ્લડ ડોનેશન કરવા જશે.
5 / 5
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ થયેલ ઓપરેશન સિંદૂરની સફળતાને પગલે વડાપ્રધાનના જન્મદિને મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ દ્વારા મોટી સંખ્યામાં બ્લડ કલેક્ટ કરીને જરૂરીયાતમંદોને મદદરૂપ થવાના આશયથી આ સમગ્ર કેમ્પનું આયોજન કરાયું છે.