લોકો પાસે નાગરીકતાના પુરાવા માગતા અમદાવાદના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર

|

Mar 04, 2020 | 3:33 PM

ભાઈપુરાના લોકો પાસે નાગરીકતાના પુરાવા માગવા જતાં અમદાવાદના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તેજસ ભંડારી વિવાદમાં સપડાયા છે. જોકે આ મામલે તેમણે ખુલાસો કરવાની સાથે ચીમકી પણ આપી છે કે ઉશ્કેરણી કરનાર સામે કાયદાકીય કાર્યવાહી થશે. વિવાદ ત્યારે ઉભો થયો હતો જ્યારે હાલમાં જ હાટકેશ્વર અને ભાઈપુરાના લોકો ખરાબ રસ્તાની રજૂઆત કરવા માટે ઝોનલ કચેરીમાં પહોંચ્યા હતા. […]

લોકો પાસે નાગરીકતાના પુરાવા માગતા અમદાવાદના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર

Follow us on

ભાઈપુરાના લોકો પાસે નાગરીકતાના પુરાવા માગવા જતાં અમદાવાદના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તેજસ ભંડારી વિવાદમાં સપડાયા છે. જોકે આ મામલે તેમણે ખુલાસો કરવાની સાથે ચીમકી પણ આપી છે કે ઉશ્કેરણી કરનાર સામે કાયદાકીય કાર્યવાહી થશે. વિવાદ ત્યારે ઉભો થયો હતો જ્યારે હાલમાં જ હાટકેશ્વર અને ભાઈપુરાના લોકો ખરાબ રસ્તાની રજૂઆત કરવા માટે ઝોનલ કચેરીમાં પહોંચ્યા હતા.

આ પણ વાંચોઃ LRD ભરતીમાં મહિલાઓ બાદ પુરુષ ઉમેદવારોએ પણ પોતાની માગણી સાથે કર્યા ધરણાં

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

જ્યાં તેમણે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તેજસ ભંડારીને રજૂઆત કરી હતી. જોકે સ્થાનિકોના મતે તેમની રજૂઆતથી તેજસ ભંડારી ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે સમસ્યા સાંભળવાને બદલે લોકો પાસે પુરાવા માગ્યા હતા. પહેલાં એ સાંભળીએ કે તેમણે પુરાવા અંગે શું કહ્યું હતું. વિવાદ થયા બાદ તેજસ ભંડારીએ ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે આ કામગીરી માટે બજેટમાં ફાળવણી કરવામાં આવી જ છે. અને એ કામ થઈ જશે. સાથે જ તેમણે એવી પણ ચીમકી આપી હતી કે કોઈ ઉશ્કેરણી કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરતાં તેઓ અચકાશે નહીં.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article