26 જાન્યુઆરી 2001ના રોજ દેશ 52મો ગણતંત્ર દિવસ (Republic Day) ઉજવી રહ્યો હતો, તે જ દિવસે સવારે 8.45 કલાકે ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજ (Bhuj)માં તીવ્ર ભૂકંપ આવ્યો હતો, જેમાં લગભગ 20 હજાર લોકોએ જીવ ગુમાવ્યા હતા અને હજારો લોકો કાટમાળ નીચે દબાતા ઈજાગ્રસ્ત થયા હતા. અમદાવાદ અને અન્ય શહેરોમાં પણ ભૂકંપ (Earthquake)ના આંચકા અનુભવાયા હતા. પરંતુ ભુજમાં તેની ભારે અસર થઈ હતી અને લાખો લોકો બેઘર બન્યા હતા. લગભગ 8,000 ગામડાઓમાં ભૂકંપની અસર જોવા મળી હતી. ઘણા લોકોના મકાનો ધરાશાયી થઈ ગયા અને લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.
આજે દેશમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ ધર્મો, માન્યતાઓ અને સંસ્કૃતિઓના દેશ ભારતમાં દરરોજ કોઈને કોઈ તહેવાર ઉજવવામાં આવે છે. દરેક ધર્મમાં તહેવારો ઉજવવાની પરંપરા છે, પરંતુ કેટલાક તહેવારો એવા છે જે તમામ દેશવાસીઓ માટે મહત્વપૂર્ણ છે અને દેશભરમાં આદર અને પ્રેમથી ઉજવવામાં આવે છે. 26 જાન્યુઆરી પણ એક એવો દિવસ છે, જે દેશનો રાષ્ટ્રીય તહેવાર છે. દેશનો દરેક નાગરિક, પછી ભલે તે કોઈપણ ધર્મ, જાતિ કે સંપ્રદાયનો હોય, આ દિવસને દેશભક્તિથી ઉજવે છે. ગુજરાતમાં રાજ્યકક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણીનું આયોજન ગીર સોમનાથમાં છે
ઈતિહાસની વાત કરીએ તો આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. ભારતને 15 ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજો પાસેથી આઝાદી મળી હતી, પરંતુ 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતને સાર્વભૌમ લોકતાંત્રિક પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું હતું. આ દિવસે ભારતની સાંસ્કૃતિક ઝલક સાથે, રાજધાનીમાં રાજપથ પર યોજાનારી મુખ્ય કાર્યક્રમમાં લશ્કરી શક્તિ અને પરંપરાગત વારસાની ઝાંખી રજૂ કરવામાં આવે છે.
1556: મુગલ સમ્રાટ હુમાયુનું સીડી પરથી પડીને મૃત્યુ.
1930: બ્રિટિશ શાસન હેઠળ ભારતમાં પ્રથમ વખત સ્વરાજ દિવસની ઉજવણી કરવામાં આવી.
1931: મહાત્મા ગાંધીને ‘સવિનય અવજ્ઞા ચળવળ’ દરમિયાન બ્રિટિશ સરકાર સાથે વાતચીત માટે મુક્ત કરવામાં આવ્યા હતા.
1950: સ્વતંત્ર ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારતને સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું. ત્યારથી આ દિવસ ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
1950: સી. ગોપાલાચારીએ ભારતના છેલ્લા ગવર્નર જનરલનું પદ છોડી દીધું અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળ્યો.
1950: અશોક સ્તંભને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારવામાં આવ્યો.
1950: 1937માં સ્થપાયેલી ફેડરલ કોર્ટ ઓફ ઈન્ડિયાને ભારતની સર્વોચ્ચ અદાલત બનાવવામાં આવી.
1957: જમ્મુ અને કાશ્મીરની ભારતીય બાજુને ઔપચારિક રીતે ભારતનો ભાગ બનાવવામાં આવ્યો.
1963: કપાળ પર મુગટ જેવી કલગી અને સુંદર પીંછાવાળા મોરને રાષ્ટ્રીય પક્ષી જાહેર કરવામાં આવ્યુ.
1972: દિલ્હીના ઈન્ડિયા ગેટ ખાતે રાષ્ટ્રીય સ્મારક અમર જવાન જ્યોતિનું અનાવરણ કરવામાં આવ્યું.
1981: વાયુદૂત એરલાઇનની શરૂઆત.
1982: ભારતીય રેલવેએ પ્રવાસીઓને ટ્રેનમાં મુસાફરી કરતી વખતે શાહી અને વૈભવી અનુભવ પ્રદાન કરવા માટે પેલેસ ઓન વ્હીલ્સ સેવા શરૂ કરી.
2001: ગુજરાતના ભુજમાં 7.7ની તીવ્રતાનો ધરતીકંપ આવ્યો, જેમાં હજારો લોકો માર્યા ગયા.
2008: પ્રજાસત્તાક દિવસના અવસર પર દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે પરેડની સલામી લીધી. એન.આર નારાયણ મૂર્તિને ફ્રાંસ સરકારના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ધ ઓફિસર ઓફ ધ લીજન ઓફ અવર’થી નવાજવામાં આવ્યા હતા.
2010: ભારતે મીરપુર ખાતે બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ 10 વિકેટથી જીતીને શ્રેણી 2-0થી પોતાના નામે કરી.
આ પણ વાંચો- Jamnagar: પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવ સ્થગિત કરવાની શિક્ષક સંઘની માગ, GCERTના નિયામકને લેખીતમાં રજૂઆત
આ પણ વાંચો- Panchmahal: પ્રધાન નિમિષા સુથારનો RTPCR રિપોર્ટ પોઝિટીવ આવ્યો, નિવાસસ્થાને સેલ્ફ ક્વોરોન્ટાઇન થયા