બાળકોમાં જરૂરી “સોશિયલ સ્કીલ” પર ધ્યાન આપવાનું ભૂલી ન જતાં

|

Sep 22, 2020 | 3:53 PM

આજકાલ ઘણા માતાપિતામાં ફરિયાદ હોય છે કે, બાળકોની દુનિયા ટીવી અને મોબાઈલ ફોન સુધી સીમિત રહી ગઈ છે. આવા બાળકો ઘરકુકડી બની જાય છે. બહાર રમવા જવું, લોકો સાથે હળવું મળવું, કે મિત્રો બનાવવાનું તેમને ગમતું નથી. આવા બાળકોની સોશિયલ સ્કિલ એટલે કે સામાજિક કૌશલ્ય વિકસતું નથી. તેમને બાહ્ય દુનિયા કેવી છે, કે કોની સાથે […]

બાળકોમાં જરૂરી સોશિયલ સ્કીલ પર ધ્યાન આપવાનું ભૂલી ન જતાં

Follow us on

આજકાલ ઘણા માતાપિતામાં ફરિયાદ હોય છે કે, બાળકોની દુનિયા ટીવી અને મોબાઈલ ફોન સુધી સીમિત રહી ગઈ છે. આવા બાળકો ઘરકુકડી બની જાય છે. બહાર રમવા જવું, લોકો સાથે હળવું મળવું, કે મિત્રો બનાવવાનું તેમને ગમતું નથી. આવા બાળકોની સોશિયલ સ્કિલ એટલે કે સામાજિક કૌશલ્ય વિકસતું નથી. તેમને બાહ્ય દુનિયા કેવી છે, કે કોની સાથે કઇ રીતે, વાતચીત કરવી તેનો ખ્યાલ નથી હોતો. આ બાળકોમાં સામાજિક કૌશલ્યનો વિકાસ કેવી રીતે કરવો તે જાણીએ :

1). બાળકોને વાત કરવામાં સામાન્ય સમસ્યા આવતી હોય છે. તેમને ખ્યાલ જ નથી હોતો કે સામેવાળા સાથે શું વાત કરવાની અને કઈ રીતે ? ઘરે મહેમાનો આવે તો પણ તેઓ મળવાનું ટાળે છે. અથવા અસહજતા અનુભવે છે. જ્યારે કેટલાક માતાપિતા પોતે જ મહેમાનો આવે ત્યારે બાળકોને પોતાના રૂમમાં જઈને રમવાનું કહી દે છે. આના લીધે તેઓ લોકો સાથે હળવા મળવાનું કે વાતચીત કરવાનું શીખતાં નથી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

2). આત્મવિશ્વાસની ઉણપ બાળકોમાં સામાન્ય છે. એમાં બાળકો અન્ય લોકો સાથે વાત કરતા એટલે પણ ગભરાય છે કે પોતાને કંઈ આવડતું નથી અને સામેવાળી વ્યક્તિ બધું જાણે છે.

3). સોશિયલ સ્કિલ વિકસિત ન હોવા પાછળ મોબાઈલ અને ટીવીની પણ ટેવ કારણભૂત છે. બાળકો આખો દિવસ મોબાઈલ પર ગેમ્સ રમ્યા કરે છે અને ટીવી પ્રોગ્રામ જોયા કરે છે. એવામાં લોકો સાથે કેવી રીતે વર્તવું એની તેમને ખબર જ હોતી નથી.

4). લોકો સાથે હળવા મળવાથી અને ઘણીવાર એકલા રહેવાથી તેમને પોતાની લાગણીઓ વ્યક્ત કરતા આવડતું નથી. ખુશ થાય ત્યારે કેવી રીતે વર્તવું અને ગુસ્સો આવે ત્યારે કેવી રીતે સંયમ રાખવું તે જાણવું એમના માટે મુશ્કેલભર્યું હોય છે. આથી પ્રેમ વ્યક્ત કરવો કે પોતાની વાત કહેવી તેમના માટે સરળ નથી હોતી.

5). સામાન્ય રીતે અત્યારના બાળકોને નાના મોટા લોકો સાથે વાત કરવાના ભેદનો ખ્યાલ નથી આવતો, બહારના લોકો સાથે વાત કરવાને લીધે એમને ખ્યાલ જ નથી હોતો કે વડીલોનો આદર કરવો જોઈએ અને તેમની સાથે કેવી રીતે વાત કરવી જોઈએ, તેઓ બધા સાથે એકસરખું વર્તન કરે છે અને પરિણામે ઉદ્ધત લાગે છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article