GUJARAT : સારા વરસાદ માટે રાહ જોવી પડશે, જાણો કેટલા દિવસ પછી રાજ્યમાં પડશે વરસાદ

|

Aug 09, 2021 | 12:17 PM

રાજ્યમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા પાક સુકાવા લાગ્યો છે. પાક બચાવવા મેઘરાજા વરસે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

GUJARAT : હવામાન વિભાગે આગાહી કરી હતી કે રાજ્યમાં ભારે વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડવાની કોઈ શક્યતાઓ જોવા મળી રહી નથી.જો કે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત અનેક પંથકમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ સેવી છે.

રાજ્યના ખેડૂતો માટે વધુ એક ચિંતાના સમાચાર છે, કારણ કે 15 ઓગસ્ટ સુધી ભારે વરસાદની કોઈ શક્યતા નથી. રાજ્યમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા પાક સુકાવા લાગ્યો છે. પાક બચાવવા મેઘરાજા વરસે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવામાન વિભાગની આ આગાહી તેમના માટે આંચકા સમાન છે.

રાજ્યમાં ચોમાસાની સિઝનમાં વરસેલા કુલ વરસાદની વાત કરીએ તો રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં કુલ 12 ઈંચ જેટલો વરસાદ વરસ્યો. જે સિઝનનો કુલ 36.07 ટકા જેટલો થાય છે. રાજ્યના બે તાલુકા એવા છે જ્યાં શૂન્યથી બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો. તો 27 તાલુકામાં બેથી પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો. રાજ્યના 92 તાલુકા એવા છે જ્યાં પાંચથી દસ ઈંચ જેટલો વરસાદ વરસ્યો તો 100 તાલુકામાં સિઝનનો દસથી 20 ઈંચ જેટલો વરસાદ વરસ્યો.

આ પણ વાંચો : GANDHINAGAR : સાવરકુંડલા અકસ્માતમાં 8 ના મૃત્યુ, CM RUPANI એ કરી સહાયની જાહેરાત

આ પણ વાંચો : AMRELI ACCIDENT : સાવરકુંડલાના બાઢડામાં ટ્રક ઝૂંપડામાં ઘુસી જતા 8 લોકોના ઘટનાસ્થળે મોત, ટ્રક ચાલક પકડાયો

Published On - 10:04 am, Mon, 9 August 21

Next Video