ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ નીમાબેન આચાર્ય, જાણો તેમની રાજકીય સફર

|

Sep 27, 2021 | 12:41 PM

ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં નીમાબેન આચાર્ય પ્રથમ મહિલા સ્પીકર બનશે. વિપક્ષની સહમતિ સાથે અધ્યક્ષની ચૂંટણી પૂર્ણ થશે.

ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ નીમાબેન આચાર્ય, જાણો તેમની રાજકીય સફર
Nimaben Acharya will be the first woman Speaker of Gujarat Legislative Assembly know her political journey

Follow us on

ગુજરાત વિધાનસભાના(Gujarat Assembly)  અધ્યક્ષપદની( Speaker)  ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યએ(Nimaben Acharya)  પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. નીમાબેન આચાર્યએ પૂર્વ વિધાનસભા અધ્યક્ષ અને હાલ રાજ્યના કેબીનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીનું હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે.

તેમજ ગુજરાત વિધાનસભાના સોમવારથી મળનારા બે દિવસીય વિધાનસભા સત્રમાં ચૂંટાઈ આવશે. જેમાં પરંપરા અનુસાર વિપક્ષ પોતાનો કોઈ ઉમેદવાર અધ્યક્ષપદ માટે નહિ ઊભો રાખે જેથી નીમાબેન આચાર્ય નિર્વિરોધ વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવશે એ નક્કી છે.

આ સાથે જ ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં નીમાબેન આચાર્ય પ્રથમ મહિલા સ્પીકર બનશે. વિપક્ષની સહમતિ સાથે અધ્યક્ષની ચૂંટણી પૂર્ણ થશે.

જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?

રાજ્યના નવા મંત્રીમંડળમાં વિધાનસભાના અધ્યક્ષ એવા ડો.રાજેન્દ્ર ત્રિવેદીનો સમાવેશ કરવામાં આવતા નીમાબેન આચાર્યની કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી હતી. તેમણે ગત 20 સપ્ટેમ્બરના રોજ વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું હતું. હવે તેઓ જ ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર બનશે.

નીમાબેન આચાર્યની રાજકીય સફર

ડો.નીમાબેન આચાર્ય કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્ય છે. 1995માં કોંગ્રેસની ટિકિટ પરથી અબડાસાના ધારાસભ્ય બન્યા હતા. 2002માં કોંગ્રેસમાંથી ચૂંટાઈને અંજારના ધારાસભ્ય બન્યા હતા. ફરી 2007માં ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપરથી ચૂંટાઈને સતત બીજી વાર અંજારના ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ 2012 અને 2017માં ભાજપમાંથી ભુજના ધારાસભ્ય બન્યા હતા.

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભાના બે દિવસના ચોમાસું સત્રનો આજથી પ્રારંભ,નવી સરકારની પરીક્ષા

આ પણ વાંચો : ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું મોટું નિવેદન, કહ્યું “અત્યારે અમારું બહુમાન ન કરો!”

 

Published On - 6:53 am, Mon, 27 September 21

Next Article