ગુજરાતના આઠ શહેરોમાં 31 ડિસેમ્બર સુધી રાત્રિ કરફ્યુ લંબાવાયો, કોઇ રાહત નહિ

ગુજરાતના આઠ શહેરોમાં 31 ડિસેમ્બર સુધી રાત્રિ કરફ્યુ લંબાવવામાં આવ્યો છે. જેમાં કોઇ રાહત આપવામાં આવી નથી તેમજ રાત્રે 1 વાગ્યેથી 5 વાગે સુધી કરફ્યુ યથાવત રહેશે.

ગુજરાતના આઠ શહેરોમાં 31 ડિસેમ્બર સુધી રાત્રિ કરફ્યુ લંબાવાયો, કોઇ રાહત નહિ
Night Curfew (File Photo)
| Edited By: | Updated on: Dec 27, 2021 | 10:48 PM

ગુજરાતના(Gujarat)  આઠ શહેરોમાં 31 ડિસેમ્બર સુધી રાત્રિ કરફ્યુ(Night Curfew)  લંબાવવામાં આવ્યો છે. જેમાં કોઇ રાહત આપવામાં આવી નથી તેમજ રાત્રે 1 વાગ્યેથી 5 વાગે સુધી  રાત્રિ કરફ્યુ યથાવત રહેશે. જો કે રાજ્યમાં વધી રહેલા કોરોના(Corona)  અને નવા વેરીએન્ટ ઓમિક્રૉનના લીધે સરકારે રાત્રિ કરફ્યુમાં હાલ કોઇ છૂટછાટ આપી  નથી. તેમજ રાજ્યના 10 થી 13 જાન્યુઆરી દરમ્યાન ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત  સમિટ 2022નું પણ  આયોજન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાની સાથે નવા વેરીએન્ટ ઓમિક્રૉનનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. રાજ્યમાં ઓમિક્રૉનના વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં બે અને રાજકોટમાં 1 દર્દી ઓમિક્રૉન સંક્રમિત થયા છે. આ તમામ દર્દીઓ તાન્ઝાનિયાથી આવ્યા છે.

તાન્ઝાનિયાથી અમદાવાદ ઓપરેશન માટે આવેલા પતિ-પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તોરાજકોટમાં તાન્ઝાનિયાથી આવેલા 23 વર્ષના યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 13 ઓમિક્રૉનના કેસ નોંધાયા છે. જેમાં રાજકોટમાં 1, સુરતમાં 2, અમદાવાદમાં 2 કેસ, જામનગરમાં 3, વડોદરામાં 2 કેસ ગાંધીનગર, મહેસાણા અને આણંદમાં 1-1 કેસ નોધાયો છે.

રાજકોટમાં રવિવારે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટનો પ્રથમ કેસ નોંધાયો છે. ઓમિક્રોન વેરિઅન્ટનો રાજકોટની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો તાન્ઝાનિયાનો યુવક ઓમિક્રોન સંક્રમિત થયો છે. વિદ્યાર્થીને પંડિત દીનદયાલ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો છે.

રાજકોટ કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે જિલ્લામાં ઓમિક્રોનનો આ પ્રથમ કેસ છે. કલેક્ટરે જણાવ્યું કે વિદ્યાર્થીની સારવાર ચાલી રહી છે. ગુજરાતમાં નવા કેસ મળી આવતા, ભારતમાં ઓમિક્રોનના કુલ કેસ વધીને 152 થઈ ગયા છે.

આ પણ વાંચો :  આમ આદમી પાર્ટી વિદ્યાર્થીઓના નામે રાજકીય રોટલા શેકે છે : હર્ષ સંઘવી

આ પણ વાંચો : Surat: ટ્રેનમાં મહિલા અને તેના પતિ સાથે કરી હતી મારપીટ, LCB એ ગણતરીના કલાકોમાં જ 4 ને પકડી પાડ્યા

Published On - 4:42 pm, Mon, 20 December 21