નીતિન પટેલે કહ્યું કે સી.આર.પાટીલ દ્વારા ભાજપના કાર્યક્રમમાં નવા નિયમો રચાયા છે, જાણો શું છે સમગ્ર મામલો

|

Dec 07, 2021 | 7:39 AM

Mehsana: વડનગરમાં સંવિધાન ગૌરવ યાત્રાનું ગઈકાલ રાત્રે સમાપન કરવામાં આવ્યું. આ દરમિયાન નીતિન પટેલે કહ્યું કે સીઆર પાટીલ દ્વારા પાર્ટી કાર્યક્રમમાં નવા નિયમો રચાયા છે.

Mehsana: પ્રધાનમંત્રી મોદીના વતન વડનગરમાં સંવિધાન ગૌરવયાત્રાનો (Samvidhan gaurav yatra) સમાપન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ભાજપમાં BJP() નવા ટ્રેન્ડની ઝાંખી જોવા મળી હતી. જણાવી દઈએ કે દેશભરમાં સંવિધાન દિવસના રોજથી આ યાત્રાનો પ્રારંભ ભાજપ દ્વારા કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં 26 નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ યાત્રાને શરુ કરવામાં આવી હતી. તો પ્રદેશ પ્રમુખ પાટીલના હસ્તે 6 ડિસેમ્બરે આ યાત્રાનું સમાપન કરવામાં આવ્યું.

કાર્યક્રમાં હાજર રહેલા નીતિન પટેલે (Nitin Patel) કહ્યું કે સી.આર.પાટીલ (CR Paatil) દ્વારા ભાજપના કાર્યક્રમમાં નવા નિયમો રચાયા છે. હવે નેતાઓ સ્ટેજ પર નહીં પરંતુ લોકો વચ્ચે બેસશે. હવે સ્ટેજ પર માત્ર સ્પીચ જ આપનાર નેતા ચઢશે. જેનું અનુકરણ વડનગરમાં જોવા મળ્યું. પૂર્વ ગૃહમંત્રી નીતિન પટેલે આ નિયમની સુંદર પ્રણાલી ગણાવી હતી.

તો સી.આર.પાટીલે સભાને સંબોધતા વિપક્ષ પર પ્રહાર કર્યા અને કહ્યું કે અનેક પાર્ટીઓએ ડૉ.બાબા સાહેબની મહાનતાને દબાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ અન્યાયને મોદી સાહેબે ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો. પાટીલે કહ્યું કે અમુક પાર્ટીના કેટલાક લોકોએ પોતાના લોકોને મોટા કરવા બાબા સાહેબને દબાવવાનો પ્રયત્ન કર્યો.

 

આ પણ વાંચો: ગ્રામ પંચાયત ચૂંટણી: ગોધરામાં ઉમેદવારના ટેકેદારના અપહરણના પ્રયાસનો આક્ષેપ! ઝપાઝપીનો વિડીયો આવ્યો સામે

આ પણ વાંચો: સસ્તા અનાજ વિતરણમાં નહીં થાય ગેરરીતિ? રાશનકાર્ડમાંથી ભૂતિયા નામો દૂર કરવા પુરવઠા વિભાગે લીધો આ મોટો નિર્ણય

Next Video