Surendranagar: આરોગ્ય વિભાગની બેદરકારી, વેક્સિનનો બીજો ડોઝ લીધા વગર જ આવી ગયું બીજા ડોઝનું સર્ટિફિકેટ

|

Oct 21, 2021 | 8:05 AM

Surendranagar: ચોટીલામાં વેક્સિનને લઈને બેદરકારી સામે આવી છે. એક વ્યક્તિ જે હજુ તો બીજો ડોઝ લેવાનું વિચારી જ રહ્યા હતા, એટલામાં તેમના મોબાઈલમાં બીજા ડોઝનું સર્ટિફિકેટ જ આવી ગયું.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં આરોગ્ય વિભાગની બેદરકારી સામે આવી છે. વેક્સિનેશનમાં ભારે બેદરકારીથી ચકચાર મચી જવા પામ્યો છે. વાત જાણે એમ છે કે 15 જૂને રસિક મંડીરે નામના વ્યક્તિએ પ્રથમ ડોઝ લીધો હતો. ત્યારે બીજો ડોઝ લીધા વગર જ પ્રમાણપત્ર મળી ગયું છે. જી હા આ વ્યક્તિ બીજો ડોઝ લે તે પહેલા જ મોબાઈલમાં સર્ટિફિકેટ મળી ગયું. જેમાં લખ્યું હતું કે, તમે બંને ડોઝ લઈ લીધા છે.

હવે આ સર્ટિફિકેટ આવી જવાથી રસિકભાઈ મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે, બીજો ડોઝ હજુ બાકી છે. પરંતુ સરકારી ડેટા મુબજ તેમણે બીજો ડોઝ લઈ લીધો છે. તો હવે તેને બીજો ડોઝ મળશે કે કેમ તે મોટો પ્રશ્ન બન્યો છે. મળતી માહિતી પ્રમાણે રસિક મંડીરેએ પ્રથમ ડોઝ ચોટીલા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લીધો હતો. અને બીજો ડોઝ લીધા વગર જ પ્રમાણ પત્ર આવી ગયું છે. આ શું માત્ર ટેકનીકલ એરર હશે? કે કોઈ કર્મચારી કે માનવીય ભૂલ? કે પછી જાણીજોઈને કરવામાં આવેલું કામ હશે? તે તો તપાસથી જ બહાર આવે એમ છે. પરંતુ સત્ય છે કે દેશમાં આવા ઘણા કિસ્સા સામે આવ્યા છે. ત્યારે આ બેદરકારી માટે જવાબદાર કોણ? અને આ બેદરકારીનો ભોગ બનેલા લોકોને બીજો ડોઝ કઈ રીતે લેવો? એ પણ એક સવાલ છે.

 

આ પણ વાંચો: રામાયણ સિરિયલમાં પ્રસિદ્ધ પાત્ર ભજવનાર દિગ્ગજ અભિનેતા ચંદ્રકાંત પંડયાનું નિધન, 100 થી વધુ ફિલ્મોમાં અભિનય

આ પણ વાંચો: Rajkot: રાહતના સમાચાર, ઘર, દુકાન અને ઓફિસની બહાર પાર્ક કરેલા વાહન પર ચાર્જ નહીં, જાણો પે એન્ડ પાર્કના ભાવ

Next Video