NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રોપદી મુર્મૂનું ગુજરાતમાં આગમન, ભાજપના ધારાસભ્યો સાથે બેઠક કરી

|

Jul 17, 2022 | 1:38 PM

દ્રોપદી મુર્મૂ ગાંધીનગરમાં 11:30 કલાકે ભાજપના ધારાસભ્યો સાથે બેઠક કરશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે.

NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રોપદી મુર્મૂનું ગુજરાતમાં આગમન, ભાજપના ધારાસભ્યો સાથે બેઠક કરી
NDA presidential candidate Draupadi Murmu arrives in Gujarat

Follow us on

NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર (presidential candidate)  દ્રોપદી મુર્મૂ (Draupadi Murmu) અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા છે અને અમદાવાદ (Ahmedabad)ના નારાયણી હાઈટ્સ ખાતે 11:30 કલાકે ભાજપના ધારાસભ્યો સાથે બેઠક કરશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. એન.ડી.એ ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ ગુજરાત આવી પહોંચ્યા ત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે  તેમનું ભાવ ભર્યું સ્વાગત અભિવાદન કર્યું હતું. આ સાથે સાંસદ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટિલ તેમજ રાજ્ય મંત્રીમંડળ ના મંત્રીશ્રીઓએ પણ દ્રૌપદી મુર્મુજી નું સ્વાગત કર્યું હતું.

અમદાવાદના નારાયણી હાઈટ્સ ખાતે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રોપદી મુર્મુ અને ભાજપના ધારાસભ્યો તેમજ આગેવાનોની બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ઉપસ્થિત રહ્યાં હતી તો પૂર્વ સીએમ વિજય રૂપાણી, પૂર્વ ડે. સીએમ નીતિન પટેલ સહિત પ્રધાન મંડળના સભ્યો પણ હાજર રહ્યાં છે. આ બેઠકમાં તમામ ધારાસભ્યોએ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લઈ મોકપોલ કર્યું હતું. તો પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આદિવાસી અને સામાન્ય પરિવારમાંથી આવતા મહિલાની દેશના રાષ્ટ્રપતિ પદ માટે પસંદગીને ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી.

આ પણ વાંચો

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને ગુજરાત ભાજપમાં અગાઇથી જ કવાયત શરૂ થઈ ગઈ છે. ગઈ કાલે ભાજપે તમામ ધારાસભ્યો અને સાંસદોને ગાંધીનગર ખાતે બોલાવ્યા હતા. ગાંધીનગરમાં બપોરે 3 વાગ્યે વિધાનસભા દળની એક ખાસ બેઠક મળી હતી. જેમાં તમામ ધારાસભ્ય, પૂર્વ મંત્રીઓને હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં તમામ ધારાસભ્યો અને સાંસદોને મતદાન અંગે જાણકારી આપવામાં આવી હતી. આ સાથે તમામ ધારાસભ્યો અને સાંસદોને 18 જુલાઈ સુધી ગાંધીનગર ના છોડવા સૂચના આપવામાં આવી હતી.

Published On - 12:34 pm, Sun, 17 July 22

Next Article