નવસારી : પાલિકા દ્વારા કચરામાંથી ખાતર બનાવવા માટે ખાનગી એજન્સીને કામ સોંપાયું, પરંતુ કામ હજુ શરૂ થઇ શક્યું નથી

|

Apr 09, 2022 | 7:35 PM

સૂકો - ભીનો કચરો (Waste) અલગ કરીને ખાતર બનાવવાની વાત પાલિકા (Municipality) કરી રહી હતી. પરંતુ તેમની વાતો પણ ખાતરમાં જ હોય તેવી પરિસ્થતિનું નિર્માણ થયું છે.

નવસારી :  પાલિકા દ્વારા કચરામાંથી ખાતર બનાવવા માટે ખાનગી એજન્સીને કામ સોંપાયું, પરંતુ કામ હજુ શરૂ થઇ શક્યું નથી
The work of making compost from waste by Navsari Municipality has not started yet (ફાઇલ)

Follow us on

નવસારી (Navasari) શહેરમાંથી નીકળતા ભીના કચરામાંથી (Waste) પાલિકા (Municipality) ઓર્ગેનિક ખાતર  (Organic Compost)બનાવવાની કામગીરી કરવાની વાતો કરી રહી છે. પરંતુ ખાતર બનાવવા માટે ખાનગી એજન્સીને કામ પણ સોંપવામાં આવ્યું છે. પરંતુ ખાતર બનાવવાનું કામ હજુ શરૂ થઇ શક્યું નથી. કામોની શરૂઆત કરી અડધું મૂકવું એ પહેલેથી પાલિકાની ફિતરત ધરાવતું પાલિકા દ્વારા પાંચ વર્ષ પહેલા 40 લાખ રૂપિયા જેટલો મોટો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ વિચારધારા યોગ્ય કામગીરી કરવામાં આવી નહોતી.

નવસારી જિલ્લામાં હાલ પણ બે વર્ષથી કચરામાંથી ખાતર બનાવવાનો કોન્ટ્રાક્ટ (Contract)આપવામાં આવ્યો છે. પહેલા નવસારીનો કચરો વિજલપોર (Vijalpor)ખાતે ઠાલવવામાં આવતો હતો. પરંતુ કચરામાંથી ખાતર બનાવવા માટેનો પ્રોજેક્ટના નામે આ જગ્યા અન્ય સ્થળે ખસેડવામાં આવી. પરંતુ યોગ્ય કામગીરી થઇ શકી નથી અને પાલિકા ઓર્ગેનિક ખાતર બનાવી શકી નથી. સોલીડ વેસ્ટના નિકાલની કામગીરીમાં પાલિકા પાછળ પડી છે. પાલિકાનું કચરા નિકાલનું કામ પણ કચરા જેવુ હોવાનું શહેરી જનોએ જણાવ્યું છે. જેને પગલે પાલિકા ની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

સૂકો – ભીનો કચરો અલગ કરીને ખાતર બનાવવાની વાત પાલિકા કરી રહી હતી. પરંતુ તેમની વાતો પણ ખાતરમાં જ હોય તેવી પરિસ્થતિનું નિર્માણ થયું છે. પાલિકાના શાસકો હજી પણ બે વર્ષ થયા છતાં પ્લાન ઇન્સ્ટોલ જ કરી રહ્યા હોવાની વાતો કરી રહી છે. પાલિકા પાસે રહેલો બે લાખ મેટ્રિક ટનથી વધુ કચરો હતો જેનો નિકાલ કરી દેવાયો છે. પરંતુ હજી ઇન્સ્ટોલ થઈ રહેલ પ્લાન કેટલા સમયમાં પૂર્ણ થાય તે હવે જોવું રહ્યું.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

તમામ વાતોમાં ખો આપતી પાલિકા કચરા જેવી નજીવી વાતના નિકાલમાં પણ લોકોને ખો આપી પોતાને મળતી આવકમાંથી પણ હાથ ધોઈ બેઠી છે. જો પાલિકા આ કચરામાંથી ખાતર બનાવવાની કામગીરી રેગ્યુલર કરે તો ખેડૂતોને પણ આમાંથી મોટી સહાયતા થઈ શકે.

આ પણ વાંચો :જામનગર : જોડીયામાં એક ટ્ર્સ્ટ દ્વારા બહારગામથી બોર્ડની પરિક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ માટે ભોજનની વિશેષ વ્યવસ્થા કરાઇ

આ પણ વાંચો :CSK vs SRH IPL Match Result: ચેન્નાઈના માથે સળંગ ચોથી હાર લખાઈ, અભિષેક શર્માની ઇનીંગે હૈદરાબાદને પ્રથમ જીત અપાવી

Next Article