Navsari : નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા ઓનલાઇન ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. રસ ધરાવતા ઇજારદારો પાસેથી ઇ-ટેન્ડરિંગ પદ્ધતિથી ટેન્ડર મગાવવામાં આવ્યા છે. નવસારી-વિજલપોર નગરપાલિકામાં ડોલી તળાવના બ્યુટીફિકેશન તથા ડેવલપમેન્ટ માટે આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. ટેન્ડરની અંદાજીત રકમ 3,62,11,034.43 રુપિયા છે. ટેન્ડર ફી 6000 રુપિયા છે અને ડીપોઝીટ 3,62,110 રુપિયા છે.
ટેન્ડર ફોર્મ વેબસાઇટ https://nprocure.com ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. ટેન્ડર દસ્તાવેજો વેબસાઇટ 11 ઓગસ્ટ 2023થી 28 ઓગસ્ટ 2023 સાંજે 6 કલાક સુધી વેબસાઇટ પર જોવા મળશે. ટેન્ડર ડાઉનલોડ કરવાની છેલ્લી તારીખ 28 ઓગસ્ટ 2023 સાંજે 6 કલાક સુધીની છે. ટેન્ડર માટેની ઇએમડી, ટેન્ડર ફી તથા જરુરી સાધનીક કાગળો 31 ઓગસ્ટ 2023 સુધીમાં નગરપાલિકા કચેરીએ સ્પીડ પોસ્ટ અથવા રજીસ્ટર એડીથી મળી જાય તે રીતે મોકલી આપવાના રહેશે.ટેન્ડર મંજુર કે નામંજુર કરવાની સત્તા નગરપાલિકાની રહેશે.
ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો