Russia-Ukraine War ની અસર અનેક ભારતીયોને થઈ, આ કારણે ઘણા ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેન અભ્યાસ અર્થે ગયા હતા. જોકે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સુરક્ષિત ભારત લાવવા માટે મોદી સરકારે ઓપરેશન ગંગા શરૂ કર્યુ છે. જેમાં હંગેરીથી એરલીફ્ટ કરાયેલા વિદ્યાર્થીઓમાં (Navsari) નવસારીની બે વિદ્યાર્થિનીઓ (student) ઘરે આવતા પરિવારજનોમાં ખુશી જોવા મળી હતી.
યુક્રેનમાં યુદ્ધ ફાટી નીકળતા ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનના અલગ અલગ શહેરોમાં ફસાયા છે, જેમાં પશ્ચિમ યુક્રેનમાં હજી યુદ્ધની સ્થિતિ હળવી છે, પરંતુ માર્શલ લૉ લાગવાને કારણે વિદ્યાર્થીઓ કરફ્યુની સ્થિતિમાં રહેવું પડયું હતું. ત્યારે નવસારીના બીલીમોરાની મેશ્વા ગજ્જર અને ચીખલીના ખેરગામ રોડ પર રહેતી 25 વર્ષીય રાબીયા શેખ ઘરે પરત ફર્યા છે. યુક્રેનથી સુરક્ષિત ફરેલી રાબીયાએ ત્યાંની સ્થિતિ વર્ણવી હતી. ઉઝહોરર નેશનલ મેડિકલ કોલેજમાં MBBSની ડિગ્રીને છેલ્લા ત્રણ મહિના જ બાકી હતા અને યુદ્ધ ફાટી નીકળતા ભયનો માહોલ હતો. અમારા કોલેજના કોન્ટ્રાક્ટર ડો. અમરીન્દ્ર ઢીલ્લોને ભારતીય વિદ્યાર્થીઓ માટે બસ કરી હતી, જેમાં યુક્રેનિયન ડ્રાઈવરની મદદથી હંગેરી પહોંચ્યા હતા. જ્યાંથી ભારતીય દુતાવાસની મદદથી દિલ્હી પહોંચ્યા અને ત્યાંથી ગુજરાત સરકારની મદદથી ઘરે પરત ફરી છું. રાબીયાની માતાએ દિકરી સુરક્ષિત ઘરે આવી એ કુદરતની કૃપા છે. મને વિશ્વાસ હતો કે અલ્લાહ એને કાઈ થવા ન દે, અને આજે મારી દીકરી ઘરે પહોંચી છે, જેની ઘણી ખુશી છે.
દાદરાનગર હવેલીની બે વિદ્યાર્થીનીઓ પણ પોતાના ઘરે પરત ફરી
ઓપરેશન ગંગા અંતર્ગત યુક્રેનમાં એમ.બી.બી.એસ નો અભ્યાસ કરતી સંઘપ્રદેશ દાદરાનગર હવેલી ની બે વિદ્યાર્થિનીઓ પણ પોતાના ઘરે પરત ફરી છે. વિદ્યાર્થિની ધ્વનિ પ્રધાન અને ખુશી ભંડારી પણ પોતાના ઘરે પરત ફરી છે . ધ્વનિ અને ખુશી બંને ઘરે પરત ફરતા તેના પરિવારજનોમાં આનંદ છવાયો છે. મહત્વપૂર્ણ છે કે જ્યારથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરું થયું હતું. ત્યારથી અહીં તેમના પરિવારજનોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. આથી સરકારની મદદ મળે તે માટે બંને પરિવારો એ દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકરને મળી અને રજૂઆત કરી હતી. આજે પ્રદેશની બંને વિદ્યાર્થિનીઓ સલામત રીતે ઘરે આવતા સાંસદ કલાબેન્ ડેલકરે આજે વતન પરત ફરેલી બંને વિદ્યાર્થિનીઓ ધ્વનિ અને ખુશી સાથે તેમના પરિવારને પણ મળ્યા હતા અને ખુશી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો : Patan : યુક્રેનમાં ફસાયેલી વિદ્યાર્થિની 5 દિવસના સંઘર્ષ બાદ પરત ફરી, જાણો પોલેન્ડ બોર્ડરની સ્થિતિ અંગે શું કહ્યું?