Breaking News : નવસારીના બીલીમોરામાં મેળામાં રાઈડ તૂટી પડી, ઓપરેટર જ તેની નીચે દબાયો, 10 લોકો ઈજાગ્રસ્ત, જુઓ Video

નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં આયોજિત મેળામાં ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી, જ્યારે એક રાઈડ ચાલી રહી હતી ત્યારે અચાનક 20 ફૂટની ઊંચાઈએથી તૂટી પડી હતી. જેમાં કૂલ 10 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

Breaking News : નવસારીના બીલીમોરામાં મેળામાં રાઈડ તૂટી પડી, ઓપરેટર જ તેની નીચે દબાયો, 10 લોકો ઈજાગ્રસ્ત, જુઓ Video
| Edited By: | Updated on: Aug 18, 2025 | 10:04 AM

નવસારી, 18 ઓગસ્ટ: નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં આયોજિત મેળામાં ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી, જ્યારે એક રાઈડ ચાલી રહી હતી ત્યારે અચાનક 20 ફૂટની ઊંચાઈએથી તૂટી પડી હતી. જેમાં કૂલ 10 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. રાઈડમાં બેઠેલા લોકો તેમજ ઓપરેટર આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે.

20 ફૂટની ઊંચાઈએથી તૂટી પડી રાઇડ

પ્રાપ્ત વિગતો અનુસાર, રાઈડ અંદાજે 40 ફૂટની ઊંચાઈએ પહોંચી ગઈ હતી, ત્યારબાદ જ્યારે તે ધીમે ધીમે નીચે આવી રહી હતી ત્યારે 20 ફૂટની ઊંચાઈએથી તૂટી પડી હતી. રાઈડમાં એ સમયે આશરે 10 લોકો બેઠેલા હતા. દુર્ઘટનાના પગલે લોકોમાં અરેરાટી ફેલાઈ ગઇ હતી. રાઈડ તૂટી પડવાના લાઈવ દ્રશ્યો મેળામાં હાજર કેટલાક લોકોના મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગયા છે. ઘટનામાં બે મહિલાઓ, બે બાળકો અને એક પુરૂષ ગંભીર રીતે ઘાયલ થયા છે.

રાઈડનો ઓપરેટર રાઈડ નીચે દબાયો

રાઈડનો ઓપરેટર રાઈડના નીચે દબાઈ જતાં વધુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને તેને તાત્કાલિક સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ, ઘટના બાદ મેળાનું વ્યવસ્થાપન પ્રશ્નચિહ્ન હેઠળ આવ્યું છે અને સત્તાવાળાઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા રાઈડના ટેક્નિકલ ચેકઅપ અને સલામતી બાબતો અંગે તપાસ હાથ ધરાઈ રહી છે.

રાઇડના ફિટનેસ ચકાસણી અંગે વારંવાર ઉઠતા હોય છે સવાલ

અગાઉ પણ અનેક વાર મેળામાં રાઇડ તૂટી પડવાની ઘટનાઓ બની છે. જેના કારણે હવે મેળાઓમાં રાઇડના ફીટનેશ પર વધુ ભાર મુકવામાં આવે છે. જો ફિટનેસ સર્ટીફીકેટ ન હોય તો રાઇડ ચાલુ રાખવાની મંજૂરી મળતી નથી. પ્રશાસને પણ લોકોને સલાહ આપી છે કે આવા મેળાઓમાં રાઈડ પસંદ કરતા પહેલા સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવી જરૂરી છે.

મહત્વનું છે કે સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળામાં પણ શરુઆતમાં રાઇડને મંજુરી મળી ન હતી. તમામ રીતે રાઇડ્સની ફિટનેસ ચકાસણી પછી જ અહીં રાઇડને મંજુરી આપવામાં આવી છે. જો કે હજુ પણ રાજકોટના મેળામાં મોતના કુવાને તો મંજુરી આપવામાં આવી જ નથી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:56 am, Mon, 18 August 25