Navsari માં પારસીઓએ નવા વર્ષની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી

|

Aug 16, 2021 | 4:20 PM

અગિયારીમાં સવારથી જ પારસીઓ દર્શન માટે ઉમટી પડ્યા છે. યઝદે ઝરદી 1391 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે જેની ઉજવણી કરવામાં આવી રહી છે.

પારસી(Parsi)નવા વર્ષની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી છે. નવસારી(Navsari) માં રહેતા પારસીઓએ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી છે. અગિયારીમાં સવારથી જ પારસીઓ દર્શન માટે ઉમટી પડ્યા છે. યઝદે ઝરદી 1391 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે જેની ઉજવણી કરવામાં આવી રહી છે. અગિયારીમાં પૂજા કરી પારસી બિરાદરોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે.

પારસી કેલેન્ડર મુજબ વર્ષનો છેલ્લો દિવસ એટલે પતેતી. પતેતી એટલે વર્ષ દરમિયાન કરેલા પાપનો પ્રશ્ચાતાપ કરવાનો દિવસ. દરેક પારસી પતેતીના રોજ પારસી વિધિ મુજબ પેટેટ પશીમાનીની વિધિ કરે છે. આખા વર્ષ દરમિયાન જાણે અજાણે કોઈ ભૂલ કરી હોય તો પ્રભુ પાસે માફી માગે છે. સાથે જ પવિત્ર સુખડથી પારસીઓ પૂજા કરી નવું વર્ષ સારું જાય તે માટે પ્રાથર્ના કરે છે.

આ પણ વાંચો :  Surat : ધાર્મિક પ્રતિમાઓનું વિર્સજન ઘર આંગણે જ કરવા અંગે પાલિકા પ્રચાર અભિયાન શરૂ કરશે

આ પણ વાંચો : Mumbai : એરપોર્ટ પર જોવા મળ્યા અનુષ્કા અને રૂબીના, જુઓ બંને અભિનેત્રીઓના અલગ-અલગ અંદાજ

 

Next Video