
નવસારી મહાનગરપાલિકા નવી ટેક્નોલોજી અને નાગરિક સહભાગિતાના આધારે ચોમાસાની ઋતુમાં રસ્તા રિપેર જેવી સમસ્યાઓનું ઝડપી અને અસરકારક નિરાકરણ આપી રહી છે.
રાજ્યભરમાં ભારે વરસાદના પગલે અનેક જગ્યાએ રસ્તા અને પુલને નુકસાન થયું છે. આવા સમયમાં મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ દ્વારા યૂદ્ધના ધોરણે માર્ગ સમારકામ અને ચકાસણીનું કાર્ય ચાલુ છે.
8 જુલાઈ 2025 થી નવસારી મહાનગરપાલિકાએ “Comprehensive Complaint Redressal System (CCRS)” અમલમાં મૂક્યું છે.
અંતર્ગત નાગરિકો તેમના વિસ્તારના રસ્તામાં ખામી કે ખાડા અંગે તરત ફરિયાદ નોંધાવી શકે છે. WhatsApp હેલ્પલાઇન નંબર 87992 23046 જાહેર કરાયો છે, જેમાં નાગરિકો લોકેશન સાથેનો ફોટો મોકલી શકે છે.
પ્રતિદિન સરેરાશ 80 જેટલી ફરિયાદો પ્રાપ્ત થાય છે, જેમાંથી 85% એજ દિવસે અને બાકીની 24 કલાકમાં સમાધાન થાય છે.
ખાસ પેચ વર્ક ટીમ દ્વારા ડ્રાય ડે પર રસ્તાના ખાડા ભરવાના કામ કરવામાં આવે છે જેથી મુસાફરી વધુ સલામત બને.
9 જુલાઈથી NMC Connect એપમાં “Road Demand Request” નામની નવી ફીચર ઉમેરવામાં આવી છે. આ ફીચર દ્વારા નાગરિકો સરળતાથી તેમની આસપાસના વિસ્તારમાં રસ્તાની માંગ CCM પોર્ટલ પર નોંધાવી શકે છે. માહિતી સીધા CCRS સાથે સંકળાયેલી હોવાથી કામગીરી ઝડપી શરૂ થાય છે.
નવસારી મહાનગરપાલિકા સતત ટેક્નોલોજીનો ઉપયોગ કરીને રિસ્પોન્સ ટાઈમ ઘટાડી રહી છે અને નાગરિકોને વધુ અસરકારક અને ઝડપી સેવાઓ ઉપલબ્ધ કરી રહી છે.