નવસારી જિલ્લામાં વધુ બે વિધાર્થી કોરોના પોઝિટિવ, આરોગ્ય તંત્ર દોડતું થયું

નવસારી જિલ્લામાં વધુ બે વિધાર્થી કોરોના પોઝિટિવ, આરોગ્ય તંત્ર દોડતું થયું

| Edited By: | Updated on: Dec 08, 2021 | 11:22 PM

છેલ્લા એક અઠવાડિયામા જિલ્લામાં પાંચ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પોઝિટિવ આવેલ શાળામાં વિદ્યાર્થીઓ અને સ્ટાફનું ચેકિંગ હાથ ધર્યું છે.

ગુજરાતના(Gujarat)  નવસારી(Navsari) જિલ્લામાં બુધવારે  ફરી બે વિદ્યાર્થીઓના(Student) કોરોના પોઝિટિવ (Corona) આવ્યા છે. જેમાં ચીખલી તાલુકામાં આવેલ મલિયાધાર શાળામાં અને અન્ય એક વિદ્યાર્થીની વંકાલ પ્રાથમિક શાળાની વિધાર્થીની પોઝિટિવ આવી છે.

છેલ્લા એક અઠવાડિયામા ૫ જેટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પોઝિટિવ આવેલ શાળામાં વિદ્યાર્થીઓ અને સ્ટાફનું ચેકિંગ હાથ ધર્યું છે. ચીખલી તાલુકાના વંકાલ ગામમાં 43 વિદ્યાર્થીઓના સેમ્પલ લેવામાં આવ્યા. જ્યારે મલિયાધાર પ્રાથમિક શાળામાં 29 વિદ્યાર્થીઓ અને 08 સ્ટાફ મેમ્બરના સેમ્પલ લેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત સુરતના (Surat) અડાજણની સંસ્કાર ભારતી અને રિવરડેલ સ્કૂલના 2 વિદ્યાર્થી કોરોના સંક્રમિત (Corona In school Students) થતાં તંત્ર દોડતું થઈ ગયું. બે વિદ્યાર્થીના કેસ પોઝિટિવ નોંધાયા બાદ અન્ય 120 વિદ્યાર્થીના પણ ટેસ્ટ કરાયા. જો કે, તમામ વિદ્યાર્થીના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. આજે સ્કૂલના વધુ વિદ્યાર્થીના ટેસ્ટ કરાશે.

સંસ્કાર ભારતીના વિદ્યાર્થીના જે વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. ઉપરાંત પરિવારના સભ્યોનો રિપોર્ટ પણ નેગેટિવ હોવાથી વિદ્યાર્થી સ્કૂલમાંથી સંક્રમિત થયો હોય તેવું અનુમાન છે. બીજી તરફ સતર્કતાના ભાગરૂપે સ્કૂલમાં સાત દિવસની રજા રાખવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં મંગળવારે વધુ 7 કેસ નોંધાયા છે. જેમાં અઠવાલાઈન્સની ગૃહિણી અને તેમના ઘરે કામ કરતી મહિલા પણ કોરોના સંક્રમિત થઈ છે.

આ  પણ વાંચો : Vibrant Gujarat Summit 2022: સીએમ ભૂપેન્દ્ર પટેલે દુબઇમાં પ્રથમ દિવસે યુએઇના બે મંત્રી અને આઠ ઉદ્યોગપતિઓ સાથે સફળ મુલાકાત કરી

આ પણ વાંચો :  અમદાવાદમાં ધમધમતા રિલીફ રોડ વિસ્તારમાં ખુલ્લેઆમ ફાયરિંગ, આરોપીઓ ફરાર

Published on: Dec 08, 2021 11:18 PM
Follow Us