દક્ષિણ ગુજરાતમાં ખેતી એ સૌથી વધુ રોજગારી આપતો વિભાગ છે જેમાં ખાસ કરીને સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા ગરીબ આદિવાસીઓ માટે ખેતી મહત્વનો વિભાગ છે.
નવસારી સુરત અને વલસાડ જિલ્લાઓમાં ડાંગરની ઉનાળુ અને ચોમાસુ એમ બંને પાકો લેવામાં આવે છે. જેમાં ચોમાસા દરમિયાન ખેતી સાથે સંકળાયેલા ખેત મજૂરોને લેપ્ટોસ્પાયરોસિસ નામની બીમારી પાંચ વર્ષ પહેલા અજગરી ભરડામાં લેતી હતી અને એના કારણે ગુજરાત વિધાનસભામાં પણ આ રોગને લઈને ગંભીર ચર્ચાઓ થઈ હતી અને વળતર માટેની સમગ્ર યોજના બની હતી.
રાજ્ય સરકારની સતર્કતાના કારણે ખેત મજૂરો અને ખેડૂતોના મોતને પગલે આરોગ્ય વિભાગ એ ગ્રામ્ય વિસ્તારમાં ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો અને ખેત મજૂરો માટે પાયલોટ પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. જેમાં લેપ્ટોસ્પાયરોસીસને રોકવા માટે મહત્વના પગલાં લીધા હતા જેમાં ખેડૂતોમાં જાગૃતિ લાવીને સમગ્ર રોગ પર બ્રેક લગાવી દેવામાં આવી છે પરંતુ સમયાંતરે ખેતીની પરિસ્થિતિના કારણે ઉથલો ન મારી શકે એને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ આજે પણ સતર્કતાથી આ રોગને નાથવા માટે દર ચોમાસે પ્રયત્નોમાં જોતરાયેલું રહે છે.
જમીનમાં પડેલા છાણ અને છાણના ઘટકો ખેતરમાં પાણીના સંપર્કમાં આવવાથી સડે છે અને એમાંથી ઉત્પન્ન થતો વાઇરસ ખેતરમાં ખુલ્લા પગે કામ કરતા ખેડૂતો અને ખેત મજૂરોના પગમાં પડેલા ઘા અથવા ચીરામાંથી શરીરમાં પ્રવેશ કરે છે અને તાવ આવવાની સાથે ગંભીર માનવીમાં સપડાવી લે છે યોગ્ય સમયે સારવાર ન થાય કરવામાં આવે તો મોત પણ થાય છે.
રોગોને નાથવા મોટા ભાગે લોકજાગૃતિ મહત્વની હોય છે જેમાં નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો અને ખેત મજૂરોને અજગરી ભરડામાં લેતા લેપ્ટોસ્પાયરોસિસ બાબતે મોતના આંકડાને લઈને રાજકારણ ગરમાયું હતું. તેવા સમયે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરી ખેતરમાં કામ કરતા ખેડૂતો અને મજૂરોના પગમાં પડેલા ચીરા પર મલમ લગાવવા તથા ખેતરમાં પડેલા છાણ પર દવાનો છંટકાવ કરવો જેવી આરોગ્ય વિભાગની મહેનત મોતના આંકડા પર બ્રેક લગાવવામાં મહત્વની ભૂમિકા ભજવી ગઈ હતી. આજે પણ આરોગ્ય વિભાગ લેપ્ટોસ્પાઈરોસીસ બાબતે ગંભીરતાથી કામે લાગ્યું છે.
પાંચ વર્ષ પહેલા દક્ષિણ ગુજરાતમાં લેપટોસ્પાયરોસિસના મોતના ગંભીર આંકડાઓને પગલે રાજકારણ ગરમાયું હતું. હવે આરોગ્ય વિભાગે મોતના આંકડા પર બ્રેક લગાવી દીધી છે. હાલ દર્દીઓ નોંધાય છે પરંતુ સારવાર અને સતર્કતાને પગલે સાજા થઈ જાય છે એ આરોગ્ય વિભાગની સફળતા છે. ચાલુ વર્ષે કોઈ કેસ નોંધાયો નથી પરંતુ પ્રોએક્ટિવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો